તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:કામ હોય તો જ નિકળજો, પણ માસ્ક ન ભૂલતા : વધુ 46 દંડાયા

જામનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • જામનગર, કાલાવડ, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, સિક્કા, મેઘપર અને લાલપુર સહિત આખા જિલ્લાની પોલીસ એક્શનમાં

જામનગર શહેર સહિત જીલ્લાભરમાં કોરોનાનુ સંક્મણ વધી રહયુ છે ત્યારે જાહેરનામાનો ભંગ કરનારા સામે પોલીસે પણ લાલઆંખ કરતા શહેર ઉપરાંત કાલાવડ, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, સિકકા, મેઘપર, લાલપુર સહિતના પંથકમાં જાહેરનામાના ભંગ મામલે વધુ 46 સામે કાર્યવાહી હાથ ધરી હતી.જામનગર પંથકમાં છેલ્લા દોઢેક સપ્તાહથી કોરોનાના કેસમાં ભારે ઉછાળો આવી રહયો છે ત્યારે કોરાના સંદર્ભે ગાઇડલાઇન બહાર પાડતા જાહેરનામુ અમલી બન્યુ છે.

આમ છતા હજુ પણ અમુક લોકો બેદરકારી દાખવી માસ્ક ન પહેરવુ, સોશ્યલ ડીસ્ટન્સ ન પાળવુ, વાહનોમાં નિયતથી વધુ મુસાફરો બેસાડવા વગેરે નિયમનો ભંગ કરતા સંબંધિત લોકો સામે જાહેરનામાના ભંગ મામલે પોલીસે જુદા જુદા સ્થળે કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરના જુદા જુદા ત્રણ ડીવિઝનો ઉપરાંત ધ્રોલ, જોડીયા, કાલાવડ, જામજોધપુર, લાલપુર, મેઘપર, સિકકા સહિતના પંથકમાં જુદા જુદા સ્થળે આવા 46 લોકો સામે પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી હતી.જામનગર શહેરમાં જુદા જુદા સ્થળે ચા, પાનની દુકાનો, રેકડીઓ વગેરે સ્થળે પોલીસે જાહેરનામાનો ભંગ કરનારા સામે ફોજદારી હાથ ધરી હતી. ગાઇડલાઇનનો ભંગ કરતા લોકો સામે દંડનીય કાર્યવાહી કે ફરીયાદની કાર્યવાહી તંત્ર દ્રારા હાથ ધરવામાં આવી રહી છે. આમ છેલ્લા ઘણા દિવસથી પોલીસ દ્વારા અવિરત કાર્યવાહી હાથ ધરવામાં આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો