તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:જામનગર મહાનગરપાલિકાનું રૂપિયા 612 કરોડનો ખર્ચ દર્શાવતું પુરાંતલક્ષી બજેટ જનરલ બોર્ડમાં મંજૂર

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિરોધ પક્ષના વિરોધ સાથે સામન્ય સભામાં બજેટ મંજૂર કરાયું

જામનગર મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં વર્ષ 2021-22નું 612 કરોડનું પુરાંતલક્ષી બજેટ મંજૂર કરવામા આવ્યું છે.

આજે બજેટની ચર્ચા દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ તો જળવાયું હતું પરંતુ કેટલાક નગરસેવકો માસ્ક ઉતારી નાખ્યું હતું, તો કેટલાક નગરસેવકો ગળામાં માસ્ક રાખ્યું હતું, બજેટની ચર્ચા દરમિયાન શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

જામનગર મનપાના બજેટની મહત્વની જોગવાઈઓ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ સડક અને લોકભાગીદારી યોજના તથા જુદી જુદી ગ્રાન્ટમાંથી રૂપિયા 25 કરોડનાં ડામર સીસી રોડના કામનું આયોજન.

લાલપુર બાયપાસ પાસે નવું સ્મશાનગૃહ બનાવવાનું આયોજન.

સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધી પ્રથમ ફેઝમાં રૂપિયા 16 કરોડના ખર્ચે મેટલ કામ વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબ નગર સુધી અંદાજે 90 કરોડ ના ખર્ચે રીંગ રોડ બનાવવાનું આયોજન.

પોલીસ હેડકવાર્ટર પાછળ 12043 ચોરસ મીટર જગ્યામાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત ના સહયોગથી અંદાજે રૂપિયા 20.12 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ડેવલોપ કરવા નું આયોજન.

15 મા નાણાપંચની ગ્રાન્ટ આધારિત રૂપિયા 4.50કરોડના ખર્ચે મેટલ વેલ્ડીંગ અને ડીપી રસ્તા ખુલ્લા કરવાનું આયોજન.

શહેરમાં કાર્યરત ફાયર સ્ટેશન ઉપરાંત ખાવા અને લાલપુર બાયપાસ પાસે નવા બે અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવા આયોજન અન્વયે પ્લાનિંગ.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ડીપીઆર તૈયાર કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલી ડી પી આર મંજુર થતા તે મુજબ 404 આવાસનું ડેવલોપમેન્ટ કરાશે તદ ઉપરાંત જનતા ફાટક પાસે સ્લમ પોકેટ નું ઇન સાઈટ ટુ ડેવલોપમેન્ટ માટે અંદાજે 106 આવાસ બનાવવાનું આયોજન.

જામનગર મનપાના બજેટને વિપક્ષે આંકડાની માયાજાળ સમાન ગણાવ્યું હતું.તો સત્તા પક્ષે વિકાસલક્ષી ગણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો