કોરોના વોરિયર્સ:જામનગર શહેરમાં રવિવારે ઘરે-ઘરે ગાયત્રી યજ્ઞ કરાશે

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના નિવારણ અને વોરિયર્સને બિરદાવવા આયોજન
  • યજમાનને નામ, મોબાઇલ નંબરવાળી ચિઠ્ઠી સાથે લાવવાની રહેશે

અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર શાંતીકુંજ દ્વારા તા. 31ના સૂ્ર્યોદયથી સૂર્યાસ્ત દરમિયાન, કોરોના રોગ નિવારણના પ્રયાસરૂપે પોતાના ઘર પરીવારને કોરોના વાઇસરથી બચાવવા માટે તેમજ કોરોના વોરીયર્સની સેવાને િબરદાવવાના ભાગરૂપે ઘરે-ઘરે ગાયત્રી યજ્ઞ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ગાયત્રી શકિતપીઠ દ્વારા ખોડીયાર મંદિર, જોગસ પાર્ક, માધવબાગ પવનચકકી પાસે, રામેશ્વર મંદિર રામેશ્વરનગર, જડેશ્વર મંદિર પટેલ પાર્ક, લાલબંગલો, ગોકુલનગર જકાતનાકા, પટેલ સમાજ રણજીતનગર, 9, પટેલ કોલોની, એમ્યુજમેન્ટ પાર્કમાં તા. 29 અને 30ના સવારે 9 થી 12 દરમિયાન હવન સામગ્રી, છાણાનો કટકો, અને કર્મકાંડ પત્રિકાનું વિતરણ કરવામાં આવશે. સાંપ્રત પરિસ્થિતિ અનુસાર ભાવિક વ્યકિત માત્ર 20 મિનિટમાં પોતે જાતે પોતાના ઘરમાં અનુકળ સમયે યજ્ઞ કરી શકશે, ટીવી અને મોબાઇલ પંડિતની સહાયથી પણ યજ્ઞ કરી શકાશે. યજમાનને લાકડા, ઘી, કંકુ, ચોખા જળ વગેરે સામગ્રીનો ઉપયોગ કરી, પરીવાર, સમાજ, રાષ્ટ્ર કલ્યાણની ભાવના સાથે યજ્ઞમાં જોડાવવા માટે ગાયત્રી પરીવાર દ્વારા આહ્વાન છે. સામગ્રી લેવા આવનાર યજમાનને નામ, મોબાઇલ નંબરવાળી ચિઠ્ઠી સાથે લાવવાની રહેશે અને વિશેષ માર્ગદર્શન માટે ગાયત્રી શકિતપીઠનો સંપર્ક કરવાનો રહેશે. આમ ગાયત્રી શકિતપીઠ દ્વારા કરવામાં આવેલ એક અનોખા આયોજનમાં શહેરીજનોને વધુને વધુ આ યજ્ઞમાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. 

અન્ય સમાચારો પણ છે...