તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સાથે યુધ્ધ:જામનગરના 3 રૂટ પર ગાયત્રી શકિતપીઠ યજ્ઞો યોજીને વાતાવરણ શુદ્ધિકરણ કરશે

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 ટ્રેકટરની અંદર 2 હવન કુંડ, 4 કાર્યકર્તા સાથે જેતે રૂટ પર હવન કરાશે

અખિલ વિશ્વ ગાયત્રી પરીવાર શાંતિકુંજ હરીદ્વારના માર્ગદર્શન હેઠળ જામનગર ગાયત્રી શકિતપીઠ દ્વારા હાલની કોરોના મહામારીને નિયંત્રણ કરવાના પ્રયાસના ભાગરૂપે વૈજ્ઞાનિક રીતે સ્વીકારાયેલ યજ્ઞ પ્રક્રિયા દ્વારા વાતાવરણ શુધ્ધિકરણ કરવા માટે જડીબુટ્ટીઓમાંથી બનાવેલ હવન સામગ્રી, ગાયના છાણાં તથા ગાયનું ઘી સહિતની સામગ્રીનેા ઉપયોગ કરી તા. 18ના જામનગર શહેરના ત્રણ રૂટ પાડી દરેક રૂટ પર ચાર ટ્રેકટર, દરેક ટ્રેકટરની અંદર બે હવન કુંડ અને ચાર કાર્યકર્તા સાથે જેતે રૂટ મુજબ ચાલુ હવનથી વાતાવરણ શુધ્ધ કરવા સવારે 8 થી 11 દરમિયાન પરીભ્રમણ કરશે. શહેરમાં ગાયત્રી શકિતપીઠ દ્વારા શહેરના ત્રણ રૂટમાં વાતાવરણ શુધ્ધિકરણ કરવા માટે આયોજન કરાયંુ છે.

જેમાં રૂટ નં. 1માં ઓશવાલ, સાત રસ્તા, વાલકેશ્વરી, સત્યસાંઇ, જોગસપાર્ક, ડીકેવી સર્કલ, જી.જી. હોસ્પિટલ, જયંત સાેસાયટી, જુની પોલીસ લાઇનથી રામેશ્વર મંદિર, ગાંધીનગર, રેલ્વે સ્ટેશનથી પંચવટી, પારસ સોસાયટી, કેતન સોસાયટી, શરૂસેકશન, પોલીસ હેડકવાર્ટર થઇ ગાયત્રી શકિતપીઠ તથા રૂટ નં. 2માં ઓશવાલ, કામદાર, રણજીતનગર પટેલ સમાજ, જોલીબંગલો, દિગ્વિજય પ્લોટ ચોકી, ખંભાળિયા નાકા, કિશાનચોક, પવનચકકી, સાધના કોલોની, ઇવા પાર્ક, નંદનવન પાર્ક, પટેલ પાર્ક, પવનચકકી, દિગ્વિજય ચોકીથી જોલી બંગલો, મિગ કોલોની, એસટી, સાતરસ્તા, ઓશવાલ-ગાયત્રી શકિતપીઠ આ ઉપરાંત રૂટ નં. 3માં ન્યુ કામદાર, ખોડીયાર કોલોની, દિગ્જામ સર્કલ, આવાસ, ગોકુલનગર, કૃષ્ણનગર, એમ્યુઝમેન્ટ પાર્ક, પ્રગતિ પાર્ક, જનતા સોસાયટી, કામદાર કોલોની થઇને ગાયત્રી શકિતપીઠ પર આ કાર્યક્રમ સમાપ્ત કરવામાં આવશે. કાર્યક્રમમાં કોવિડ-19ના તમામ નિયમોનું પાલન સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...