ગેસ રિફલિંગનું કૌભાંડ:જામનગરના મેઘપર-પડાણામાં મોટા ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી નાના ગેસ સિલિન્ડર ભરવાનું કૌભાંડ ઝડપાયું, પોલીસે 26 બાટલા કબજે કર્યા

જામનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક વ્યકિત પાસે 26 બાટલાઓ મળી આવતા તપાસનો ધમધમાટ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ગામમાં ગેસ રિફલિંગ કૌભાંડ ચાલતું હોવાની માહિતી ના આધારે એલસીબી પોલીસે દરોડો પાડી 26 નંગ ખાલી-ભરેલા બાટલા અને રિફલિંગની સાધન સામગ્રી કબજે કરી એક આરોપીની અટક કરી છે.શખ્સ દ્વારા મોટા ગેસ સિલિન્ડરમાંથી નાના ગેસ સિલિન્ડર ભરી વેચાણ કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. એક જ સ્થળ પરથી 26 ગેસ સિલિન્ડર મળી આવતા તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર સ્થાનિક ગુના શોધક શાખાના બાતમી મળી હતી કે પડાણા-મેઘપર ગામ નજીક ગેરકાયદે ગેસ રિફલિંગનું કૌભાંડ ચાલી રહ્યું છે. રામ સ્વરૂપ મદનલાલ પારીકે નામનો શખ્સ ભરેલા ગેસના બાટલા માંથી નાના ખાલી બાટલામાં ગેસ ભરતો હોવાની માહિતી મળી હતી. પોલીસે ઘટનાસ્થળ પર દરોડો પાડતા ઘટનાસ્થળે થી 10 ભરેલા બાટલા અને 16 ખાલી બાટલા મળી આવ્યા હતા. પોલીસે રામસ્વરૂપ પારીકેની અટક કરી હતી. પોલીસે 26 નંગ બાટલા ઉપરાંત ગેસ રિફલિંગ ની સાધન સામગ્રી મળીને કુલ રૂપિયા 61,500 ની કિંમત નો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે કર્યું હતું અને વધુ તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...