તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોરખધંધા:ગુલાબનગરમાં ગેસ રીલીફીંગનું કૌભાંડ, 2 ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સબસિડીવાળા ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી અન્ય સિલિન્ડરમાં રીફીલીંગ કરતા હતાં
  • 7 ગેસ સિલિન્ડર તથા અન્ય મુદ્દામાલ કબજે લેવાયો : મકાનની અંદર ચાલતા’તા ગોરખધંધા

શહેરના ગુલાબનગર વિસ્તારમાં સબસિડીવાળા ગેસ સિલિન્ડરમાંથી ગેસ કાઢી અન્ય સિલિન્ડરમાં રીફીલીંગ કરાતું હોવાનું કૌભાંડ પોલીસે પકડી પાડી સ્થળ પરથી 7 સિલિન્ડર કબજે કરી 2 શખસોની અટક કરી છે. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા 1 શખસને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં જૂની શાક માર્કેટ શ્રીરામ એન્ટરપ્રાઈઝવાળી શેરીમાં આવેલા ગંગા નિવાસ નામના મકાનમાં અમૂક શખસો ગેસ રીલીફીંગ કરી રહ્યા હોવાની બાતમી સિટી-બી ડિવિઝન પોલીસને મળતા તેમણે ત્યાં દરોડો પાડતા મકાનની અંદર તેના માલિક મનિષ ગોરધનભાઈ નડિયાપરા અને તેનો ભાઈ ધર્મેન્દ્ર ગોરધનભાઈ નડિયાપરા સબસિડીવાળા ગેસ સિલિન્ડરમાંથી અન્ય સિલિન્ડરમાં ગેસ રીલીફીંગ કરતા મળી આવ્યા હતા.પોલીસે ત્યાંથી 7 ગેસ સિલિન્ડર, રેગ્યુલેટરની નળીઓ, ડિજીટલ વજન કાંટાઓ સહિતનો મુદ્દામાલ કબજે કરી આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...