ગેસ સિલિન્ડર બ્લાસ્ટ:દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના એક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, ત્રણ ઇજાગ્રસ્ત, એકની હાલત ગંભીર

જામનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ ગયો

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના રહેણાંક મકાનમાં વહેલી સવારે એક મકાનમાં ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરીનો સામાન ખાખ થઇ ગયો હતો.

ખંભાળિયાના જામનગર રોડ પર આવેલા એક રહેણાક મકાનમાં આજે સવારે ગેસનો સિલિન્ડર બ્લાસ્ટ થતાં વિસ્તારમાં અફરા-તફરી સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતાં સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં એકની હાલત ગંભીર હોવાના અહેવાલો મળી રહ્યાં છે. જોકે, સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ. સિલિન્ડર બ્લાસ્ટ થતાં ફાટી નીકળેલી આગમાં ઘરવખરી સામાન ખાખ થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...