તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગ અકસ્માત:શહેરમાં ફટાકડાના કારણે 7 સ્થળો પર કચરામાં આગ, શાકમાર્કેટ પાસે બંધ મકાનમાં આગ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરમાં દિવાળીના રાત્રીના ફટાકડાના કારણે સાત સ્થળો પર કચરામાં આગથી દોડધામ મચી ગઇ હતી. શાકમાર્કેટ પાસે ફટકાડાના કારણે બંધ મકાનમાં આગ લાગી હતી પણ મોટું નુકશાન ટળ્યું હતું. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શનિવારે દિવાળીની રાત્રીના ફટાકડાના કારણે આગના બનાવથી ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું હતું. શનિવારે રાત્રીના ફટાકડાના કારણે શહેરમાં ભૂજિયા કોઠા, ભંગાર બજાર પાસે આકશગંગા એપાર્ટમેન્ટ પાસે, લાલવાડી પાસે શાંતિવન સોસાયટી, ખોડીયાર કોલોની વિસ્તારમાં ક્રિષ્ના સ્કૂલ પાસે, દિગ્જામ સર્કલ પાસે ફટાકડાના કારણે કચરામાં આગ લાગી હતી.

બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી હતી. જયારે શાકમાર્કેટ પાસે બંધ મકાનમાં ફટાકડાને કારણે આગ લાગી હતી. આથી ફાયરના જવાનોએ ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. જો કે આગને કારણે કોઇ જાનહાની થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો