જામનગરમાં તળાવની પાળે જુની આરટીઓ કચેરી પાસે કોઇ શખસોએ કચરો સળગાવતા નજીકમાં પડેલી કાર અને કેબીનમાં આગમાં બળી ગઇ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ બે ગાડી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. બનાવના પગલે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.
જામનગરમાં તળાવની પાળે જુની આરટીઓ કચેરી પાસે આવેલા બંધ પોલીસ મથક નજીક જુના વાહનોનો ભંગાર પડયો છે. વળી આ કચેરી પાસે તોતીંગ વૃક્ષ આવેલા છે. શનિવારે બપોરે કોઇ શખસોએ કચરો સળગવાતા વૃક્ષોના પાંદડાના કારણે આગ ભભૂકી ઉઠી હતી.
જેના કારણે ત્યાં પડેલી ભંગાર મોટરકાર અને કેબીનમાં આગ લાગતા બંને બળી ગયા હતાં. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી. 2 ગાડીનો મારો ચલાવતા અડધા કલાક બાદ આગ કાબૂમાં આવી હતી. બનાવના પગલે લોકોના ટોળાં ઉમટી પડયા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.