જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલ એક ખાનગી કંપની સાથે ગાંધીધામથી કોલસો ભરીને આવેલ ટ્રક ચાલકે રૂપિયા 10.68 લાખની છેતરપિંડી આચરી હોવાની સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. એમાં આરોપી ટ્રકચાલકે પોતાના ટ્રકમાં કંડલા પોર્ટ પરથી ભરેલો ઉચ્ચ ગુણવતાવાળા કોલસાની જગ્યાએ નબળો કોલસો ભરીને ધાબડી દીધો હોવાનું જાહેર થયું છે. પોલીસે ગુનો નોંધી કોલસાની અદલાબદલી કઈ રીતે કરવામાં આવી તે તપાસમાં લાગી ગઈ છે.
જોડિયા તાલુકાના ખીરી ગામે આવેલ શ્રીજી કોક એન્ડ એનર્જી પ્રાઈવેટ લીમીટેડ કંપનીએ કંડલાથી કોલસો મંગાવ્યો હતો. ગત તા.7મીના રોજ જીજે-12-એઝેડ-4621 નંબરના ટ્રેઇલરમાં કોલસો કંપની સુધી પહોચતો કરવામાં આવ્યો હતો. ગાંધીધામમાં કાર્ગો ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા ક્રિષ્ના મુરથી નામના ટ્રક ચાલકે અહીં સુધી કોલસો પહોચાડ્યો હતો.
પરંતુ કંપની દ્વારા મંગાવવામાં આવેલ કુકિંગ કોલની જગ્યાએ આરોપી ટ્રક ચાલક નબળી ગુણવતા ધરાવતો કોલસો લઇને આવ્યો હતો. જેને લઈને કંપનીના કર્મચારી ગૌરવ નિમેશકુમાર વ્યાસે આ ટ્રક ચાલક સામે જોડિયા પોલીસમાં છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં 34 ટન વજન ધરાવતા રૂપિયા 3.36 લાખની કીમતના કુકીંગ જેની હાલની બજાર કિંમત રૂ.10,68,000 થાય તેની જગ્યાએ નબળી ગુણવતાનો કોલ ભરી કંપની ખાતે મોકલી વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.