અધવચ્ચે કાળ ભરખી ગયો:જામનગર-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, બાળક સહિત બેના મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક બાળક સહિત બે લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે લોકોને ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકું વળી ગયું હતું.

જામનગર રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક આજે બપોરના સમયે પૂરઝડપે આવતી કાર રસ્તા પરથી ઉતરી ગઇ હતી. કારમાં સવાર ચાર પૈકી બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...