કાર્યવાહી:ખંભાળિયાના આંબરડી પાસે વાડીમાં જુગારની જમાવટ કરી હતી, 7 ઝડપાયા

ખંભાળિયા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક પોલીસના વાડી વિસ્તારમાં દરોડાના પગલે ક્ષણિક અફડાતફડી સાથે દોડધામ મચી
  • રૂા​​​​​​​.38 હજારની રોકડ, 6 મોબાઈલ ફોન, 5 બાઈક સહિત રૂા.1.59 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આંબરડી ગામની સીમમાં સ્થાનિક પોલીસે એક વાડીમાં દરોડો પાડી ઓરડીમાં જુગાર રમતા સાત શખસોને પકડી પાડી રૂ.38 હજારની રોકડ,છ મોબાઇલ અને પાંચ બાઇક સહિત રૂ.1.59 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસના આ દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર દેવભૂમિના મુખ્ય મથક ખંભાળિયા ગ્રામ્ય પંથકમાં સ્થાનિક પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ પોલીસ ટુકડીને આંબરડી ગામની સીમમાં એક વાડીની ઓરડીમાં જુગાર ચાલતો હોવાની બાતમી મળી હતી જે બાતમીના આધારે પોલીસે વલ્લભ લાલજીભાઇ ત્રિવેદીના કબજા ભોગવટાની વાડીમાં દરોડો પાડયો હતો.

જે દરોડા વેળા સાતેક શખસો જુગાર રમતા માલુમ પડયા હતા. આથી પોલીસે વાડીધારક વલ્લભ લાલજી ત્રિવેદી, બાબુ ત્રિકમ પાઠક, મનસુખ મેરામણ વસરા, પરસોત્તમ નાથા પાઠક, જેઠા કેશુર વસરા, જીતેન્દ્રગિરી ભીખુગીરી ગોસ્વામી તથા રજની મોહનભાઈ દત્તાણી નામના સાત શખસોને પોલીસે પકડી પાડયા હતા અને રોકડા રૂ.38,000 તથા 6 મોબાઈલ ફોન તથા 5 બાઇક મળી કુલ રૂ.1,59,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.આ દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...