જામનગર શહેરના અંધાશ્રમ, રાજપાર્ક અને બેડીમાં જુગાર રમતા 6 મહિલાઓ સહિત 20 શખસોને પોલીસે રૂા. 30 હજાર ઉપરાંતની રોકડ સાથે પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નં. 33 પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતા વડે તીનપતીનો જુગાર રમી રહેલા સુનીલ રામસિંગ કુશવા, ભોલા સુખાટીભાઇ ચૌધરી, પવન જુગલ ડાકુર, શોભરાજસિંગ રામચરણસિંગ તોમર, લાલદાસ જેન્તીલાલ દાણીધારીયા અને રાજુ ગોરખભાઇ ગોડને પોલીસે રોકડ રૂા. 12 હજાર તથા ગંજીપતા સાથે પકડી પાડી જુગાર ધારા મુજબ ગુનો દાખલ કર્યો છે.
બીજા દરોડામાં ગુલાબનગર રાજપાર્ક સેવા સદન પાછળ ભરતભાઇ કડીયાના મકાનની બાજુમાં જાહેર ચોકમાં તીનપતીનો જુગાર રમી રહેલી પ્રતિમાબેન હેમતસિંહ ચૌહાણ, પુજાબેન હિતેશભાઇ ભુવા, ઇન્દીરાબેન બીપીનભાઇ ચૌહાણ, વંદનાબેન જગદીશભાઇ લાલવાણી, અફસાબેન ફકીરમામદ મુંદ્રા અને હર્ષિદાબેન ભીખુભાઇ મકવાણાને પાેલીસે રોકડ રૂા. 5960 સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા દરોડામાં શહેરના બેડી આઝાદ ચોક નુરાભાઇ પાનવાળાની સામે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા સલીમ અબ્બાસ ખફી, સબીર સીદીક પાલાણી, ગની સુમાર પાલાણી, એલીયાસ હારૂનભાઇ જામ, નુરમામદ ઇબ્રાહીમ સંઘાર, અબ્દુલ સીદીક સોઢા, અશગરઅલી ઉર્ફે અલી જુસબ દલ અને મામદ હાજી પારડીને પોલીસે રૂા. 15380 સાથે પકડી પાડી જુગારધારા મુજબ ગુનો દાખલ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.