તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામજોધપુર, લાલપુર, ધ્રોલ, દરેડમાં જુગારના દરોડા

જામનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 દરોડામાં રોકડ સહિતનો મુદ્દામાલ કબજે

જામજોધપુરમાં ચાલતા મોટા જુગાર પર પોલીસે દરોડો પાડી રૂા. 4.25 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામજોધપુર ચકલા ચોક સગરપા શેરી નં. 2માં રહેતા રોનક પ્રવિણભાઇ કાલરીયાના ઘરે ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડી રોનક સહિત ચિરાગ શાંતિલાલ રાબડીયા, અશ્વિન ડાયાભાઇ કાનજીયા, પંકજ ઉર્ફે પટી રૂપચંદ વાધવા, હરેશ રામજી ગોહિલ, મહાવીરસિંહ પ્રવિણસિંહ જેઠવા, આસીફ ઉર્ફે ભુરો ભુરા રાવકરડા, ધવલ ઉર્ફે ભોદો રાજેશ કડીવાર, વિશાલ ગુણવત ચાવડા, મીત સુરેશ મારસોરીયા અને ધ્રુવ મહેન્દ્ર ફળદુને રાેકડ રૂા. 65,530 તથા 14 મોબાઇલ, 8 મોટરસાયકલ મળી કુલ રૂા. 4,25,530ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

લાલપુરના ખટીયા ગામે જાહેરમાં જુગાર રમતા જેન્તી ચના સુદાણી, રામા સામત ખરા અને દેવાભાઇ પાલાભાઇ ખરાને પોલીસે રાેકડ રૂા. 2670પકડી પાડી ગુનો દાખલ કર્યો છે. લતીપર ગામે સંધીવાસમાં તીનપતીનો જુગાર રમતા સલીમ મામદ જુણેજા અને ઇમરાન ઓસમાણ અજમેરીને રોકડ રૂા. 1220 સાથે પકડી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરેડ ગામે જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા હરેન્દ્ર વિશ્વનાથ કુરમી, સીતારામ મોહન કુરમી, સાહેબસિંગ પ્રેમસિંગ યાદવ, કમલેશ કુજીલાલ કાછી અને રધુનંદન તુલસીદાસ કુરમીને રાેકડ રૂા. 10,330 સાથે પકડી પાડયા હતાં.

અન્ય સમાચારો પણ છે...