તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જામનગરના વ્રજ વલ્લભ પાર્ક, દેવુભા ચોક અને ગોકુલનગરમાં જુગારના દરોડા

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 28 શખસો રૂા.1 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપાયા, તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરાઈ

જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાછળ વ્રજવલ્લભ પાર્ક પ્લોટ નં-95માં રહેતો દિનેશ ઉર્ફે ટગર દયાળજીભાઇ કણજારીયા સતવારા નામનો સખ્સ પોતાના મકાનમાં જુગાર રમાડતો હોવાની એલસીબી પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો જેમાં જુગાર રમી રહેલ મહેશભાઇ દિલીપભાઇ પરમાર સતવારા અને તેની સાથેના અન્ય વેપારી ધવલભાઇ વેલજીભાઇ ભંડેરી તથા અરૂણ દિલીપસિંહ વિશ્વકર્મા નેપાળી અને બાબુભાઇ કાનજીભાઇ કછટીયા સતવારા, સાગર તીલકભાઇ રાણા નેપાળીને ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હાર જીત કરતા પકડી પાડ્યા હતા.

વેપારી મકાન માલિક મહેશભાઈએ પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખડો ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ શખસોના કબ્જામાંથી રૂપિયા 57400ની રોકડ અને એક મોટરસાયકલ સહીત રૂપિયા 87400નો મુદ્દામલ કબજે કર્યો હતો.

જામનગરમાં ગોકુલનગર પાણાખાણ શેરી નં-9, સ્ટ્રીટ લાઇટ લાઈટના અજવાળે જુગાર રમતા મંજુબેન લાલજીભાઇ છગનભાઇ રાણાવડીયા, ગીતાબેન ભગવાનજીભાઇ જેઠાભાઇ સુરેલા, સવીતાબેન ઘેલાભાઇ ટપુભાઇ પરમાર, મંજુબેન બાબુભાઇ શીવાભાઇ પરમાર, પારવતીબેન રમેશભાઇ નાથાભાઇ લીલપરા, વીલાશબેન રમેશભાઇ લીલપરા, મઘુબેન રસીકભાઇ ચંદુભાઇ કુકવાયા, પ્રવીણભાઇ મગનભાઇ કુવરેયા, ઘેલાભાઇ ટપુભાઇ પરમાર, બાબુભાઇ શીવાભાઇ પરમાર, અશ્વીન મનસુખભાઇ બારૈય, રાહુલ ભગવાનજીભાઇ જેઠાભાઇ સુરેલા, રસીકભાઇ ચંદુભાઇ કુકવાયા અને અજયભાઇ લાલજીભાઇ રાણાવડીયા નામના સખ્સોને પોલીસે રૂપિયા 10,950ની રોકડ સાથે પકડી પાડ્યા છે. પોલીસે તમામ શખસોના કબ્જામાંથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના દેવુભાના ચોક ખાતે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજેશભાઇ કાંતીભાઇ મકવાણા, ક્લ્પેશભાઇ કિશોરભાઇ ચાવડા, મુકેશભાઇ કામજીભાઇ વારા, કાજલબેન કલ્પેશભાઇ કિશોરભાઇ ચાવડા, જ્યોતિબેન બકુલભાઇ રતીલાલ ચૌહાણ, નીતાબેન નીતીનભાઇ લક્ષ્મણભાઇ ચાવડા, કૈલાશબેન મુકુંદભાઇ ધનજીભાઇ પરમાર, ચેતનાબેન ચંદ્રેશભાઇ નગીનભાઇ પરમાર નામમાં સખ્સોને પોલીસે રૂપિયા 11,250ની રોકડ સાથે પકડી પાડ્યા છે. પોલીસે તમામની સામે જુગાર ધારા મુજબ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...