તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:શંકરટેકરી, દિ.પ્લોટ, નંદનવન પાર્ક, આવાસમાં જુગારના દરોડા

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેરમાં જુગાર રમતી 8 મહિલાઓ પણ આબાદ ઝડપાઇ
  • 21 શખસો રૂા. 79 હજાર ઉપરાંતની રોકડ સાથે પકડાયા

જામનગર શહેરમાં જુગાર રમતા 21 શખસો રૂા. 79 હજાર ઉપરાંતની રોકડ સાથે પકડાઇ ગયા છે. શંકરટેકરી પાસે જુગાર રમતી આઠ મહિલાઓ પણ પોલીસ હડફેટે ચડી ગઇ હતી. પોલીસે જુગાર રમી રહેલા તમામ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરના શંકરટેકરી નવી નિશાળ પાસે બારોટ ફળી ખુલ્લા ચોકમાં જુગાર રમતી હંસાબા ભરતસિંહ ચૌહાણ, આશુબેન પ્રવિણ નંદા, અમૃતાબેન અમીતસિંહ ચૌહાણ, ગીતાબા કાળુભા જાડેજા, શારદાબેન અરવિંદ માંગલીકા, રજીયાબેન અબ્બાસભાઇ ખીરા, યાસમીન સીદીક ખીરા અને અજુબા જગતસિંહ ચૌહાણને સીટી-સી ડીવી. પોલીસે રોકડ રૂા. 26400 સાથે પકડી પાડી ગુનો દાખલ કરવામાં આવ્યાે હતો.

બીજા દરોડામાં રણજીતસાગર રોડ, નંદનવન પાર્ક-2માં જાહેરમાં તીનપતીનો જુગાર રમી રહેલા કિશોર શીવલાલ દાણીધારીયા, દિનેશ ગીગા ડાભી, નરેશ અરવિદ લહેરૂ, ઉમેદ વશરામ પરમાર અને ગોપાલ ઉકા ઢાપાને રોકડ રૂા. 16,200 સાથે પકડી પાડી પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.

ત્રીજા દરોડામાં દિ.પ્લોટ, કમલેશ ડેરી પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે તીનપતી રોનપોલીસનો જુગાર રમતા પરાક્રમસિંહ ઉર્ફે મુનો ધનશ્યામસિંહ જાડેજા, સુરખદેવસિંહ મેરૂભા જાડેજા, યશ કમલેશભાઇ જોઇશર, જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા ગંભીરસિંહ જાડેજા, કલ્પેશ સુરેશ મંગે અને કુજેશ ભીમજી પરમારને પોલીસે રોકડ રૂા. 21,600 સાથે પકડી પાડી જુગાર ધારા મુજબ ગુનો દાખલ કર્યો છે. જયારે ચોથા દરોડામાં મોહનનગર આવાસ બ્લોક નં. 11ના પાર્કિગમાં જુગાર રમતા મનજી મગલદાસ કટારમલ, જયરાજસિંહ ઉર્ફે રાજભા બાબભા જાડેજા અને મનસુખ હરજી ગોહિલને રોકડ રૂા. 15,300 સાથે પકડી પાડી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...