જામનગર તાલુકાના ખીમલિયા ગામના પાટીયા નજીક જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી જૂગાર રમતા રાજકોટના શખ્સને પંચકોશી બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે રેડ દરમિયાન રૂા.12,720 ની રોકડ રકમ અને એક્ટિવા સહિત રૂા.37,720 ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં અન્ય 14 શખ્સોના પણ નામ ખુલતા પોલીસે કુલ 15 શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ખીમલિયા ગામના પાટીયા નજીક જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરાતી હોવાની પંચકોશી બી પોલીસને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી.પરમાર, એએસઆઈ એમ.એલ. જાડેજા, હેકો નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. જયદેવસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેડ કરી હતી.
આ રેડ દરમિયાન રાજકોટના ગોંડલ રોડ પર આવેલા લોહાનગરમાં રહેતાં મીલન ચંદુ દેગામા નામના શખ્સને ઝડપી લઇ તેની પાસેથી રૂા.5000 ની કિંમતનો એક મોબાઇલ અને રૂા.12,720 ની રોકડ રકમ તથા 20 હજારની કિંમતનું જીજે-03-કેએસ-1580 નંબરના એક્ટિવા સહિત કુલ રૂા.37,720 ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે મિલનની પૂછપરછ કરતા અન્ય શખ્સોની પણ સંડોવણી ખુલી હતી. જેમાં બાબુભાઇ (રાજકોટ), સુનિલ (રાજકોટ), નિલેશ રામજીભાઈ (રાજકોટ), જીતેશ (રાજકોટ), આમિનભાઈ (રાજકોટ), ભઈલો બેચરભાઈ ઝીંઝુવાડિયા (ગોકુલનગર-જામનગર), મુન્નાભાઈ (રાજકોટ), હિતીન પટેલ (રાજકોટ), ગીરીશભાઇ (રાજકોટ), હુશેનભાઇ (બેડી, જામનગર), વિમલ પટેલ (જામનગર), આદિલ (રાજકોટ), મયંક (રાજકોટ) નામના શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે 15 શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.