દરોડા:રાજપાર્ક પાસે મકાનમાં જુગાર: 4 ઝબ્બે, 2 ફરાર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધાયો
  • રાધાક્રિષ્ના પાર્કમાંથી 39 હજારની મતા કબજે

જામનગરના રાજકોટ રોડ પર રાજપાર્ક પાછળ રાધાક્રિષ્ન પાર્કમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા ચાર શખસોને પકડી પાડી રોકડ રકમ સહિત રૂ. 39,900ની મતા કબજે કરી હતી.જયારે આ દરોડા વેળા બે શખસો નાશી છુટતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના ગુલાબનગર રોડ પર રાજ પાર્ક પાછળ રાધાક્રિષ્ન પાર્કમાં એક મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે સ્થાનિક ગુના શોધક શાખાની ટીમે અજયરાજસિંહ શૈલેન્દ્રસિંહ સોલંકીના મકાનમાં દરોડો પાડયો હતો.

જે દરોડા વેળા ત્રણ શખસો જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે મકાનધારક અજયરાજસિંહ સોલંકી ઉપરાંત નરશીગર જેઠીગર ગોસાઇ, ધર્મેન્દ્રલાલ મોહનલાલ કુંડલીયા અને નિલેશ વલ્લભભાઇ પઢીયારને પકડી પાડયા હતા અને રોકડ રકમ સહિત રૂ.39,900ની માલમતા કબજે કરી હતી. જયારે આ દરોડા વેળાએ બશીર ઉર્ફે બલો રહિમભાઇ મેતર અને લાલસુર ઉર્ફે લાલો હિરાભાઇ ઘોડાને નાશી છુટયાનુ ખુલતા પોલીસે તમામ સામે ગુનો નોંધી ફરારી શખસોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર સોસાયટી વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...