તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રાવણીયો જુગાર:જામજોધપુરમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ પકડાયુ,9 મહિલા ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામજોધપુર શહેર અને પંથકમાં પોલીસે જુદા જુદા દરોડામાં જુગાર રમતા નવ મહિલા સહિત તેર શખ્સોને પકડી પાડી રોકડ રકમ સહિત રૂ.21 હજારની માલમતા કબજે કરી હતી.જેમાં ચુર ગામે પોલીસના દરોડા દરમિયાન બે શખ્સો નાશી છુટયાનુ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે.

જામજોધપુર શહેરમાં સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ ઉઘોગનગર વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે ઉમિયાનગરમાં એક રહેણાંક મકાનમાં જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે ધર્મિષ્ઠાબેન જીગ્નેશભાઇ સિણોજીયાના મકાનમાં દરોડો પાડયો હતો. જે દરોડા વેળા નવેક મહિલા જુગાર રમતા માલુમ પડયા હતા. આથી પોલીસે મકાનધારક મહિલા ઉપરાંત સુજાતાબેન કુરજીભાઇ મકવાણા, લાભુબેન કુરજીભાઇ મકવાણા, હંસાબેન ધરશીભાઇ ગામી, દિનાબેન રાકેશભાઇ કાનજીયા, ભાવીશાબેન અતુલભાઇ ચિત્રોડા, તૃપ્તિબેન નિકુંજભાઇ ખાંટ, ચાંદનીબેન દિપભાઇ ખાંટ અને જીજ્ઞાબેન સુરેશભાઇ ખાંટને પકડી પાડી રૂ. 10,300ની રોકડ સહિતની મામલતા કબજે કરી હતી.

જયારે જામજોધપુર તાલુકાના ચુર ગામે જુગાર દરોડામાં પોલીસે હરપાલસિંહ હમીરજી જાડેજા, રાજેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઇ કલુભા જાડેજા, યોગેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા અને રધુભા કાકુભા જાડેજાને પકડી પાડી રૂ.10,470ની રોકડ સહિતની મતા કબજે કરી હતી. જયારે આ દરોડા વેળા અભયસીંહ અનોપસિંહ જાડેજા અને ભોલાભાઇ જબ્બરસીંહ જાડેજા નાશી છુટયાનુ જાહેર થયુ છે.પોલીસે તમામ સામે ગુનો નોંધી બંને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...