જામનગરની ભાગોળે ખીમરાણા પાટીયા પાસે એલસીબીએ એક વાડીમાં દરોડો પાડી જુગાર રમતા 4 મહિલાઓ સહિત નવને પકડી પાડી રોકડ,સાત મોબાઇલ સહિત રૂ. 92 હજારની માલમતા કબજે કરી હતી. જામનગર એલસીબીની ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ ખીમરાણા પાટીયા પાસે એક વાડીમાં જુગારનો અખાડો ચાલતો હોવાની બાતમી મળતા પોલીસે વાડીમાં વસીમ ઉર્ફે વસલો રજાકભાઇ હમીરાણીના ઓરડામાં દરોડો પાડયો હતો.
જે દરોડા વેળા મહિલાઓ અને પુરૂષો સહિત નવેક જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે વસીમ ઉર્ફે વસલો ઉપરાંત આમદ તૈયબભાઇ ચના, હાસમ જુમાભાઇ નોતીયાર, હશન ઇસુબભાઇ મકવા, મામદભાઇ વાલજીભાઇ પુંજાણી, વર્ષાબેન ધનજીભાઇ પરમાર, જોશનાબેન પરેશભાઇ રાદડીયા, કુલસુમબેન નુરમામદભાઇ ઘોઘા, શકરબેન મામદભાઇ પુંજાણીને પકડી 35,200ની રોકડ, સાત મોબાઇલ, એક રીક્ષા સહિત રૂ.92,700ની મતા કબજે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.