હાલાકી:જી. જી.માં લાઇન તૂટતા પાણી પ્રશ્ને હોબાળો

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લાઇન તૂટી જતાં ગાયનેક વોર્ડમાં મહિલા દર્દીઓ પરેશાન

જી.જી. હોસ્પિટલના ગાયનેક વોર્ડના વોર્ડ નં.17 એમાં પાણી ન આવતા મહિલા દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો જેને લઇને કોર્પોરેટર નંદાણીયા રચનાબેન નંદાણીયા પહોંચ્યા હતા અને દર્દીઓને મહિલા દર્દીઓની મુશ્કેલીને લઈને તેઓએ ફરજ પરના ડોક્ટરને વોર્ડમાં પાણી ચાલુ કરવા માંગ કરી હતી.

જો કે, પાણીની લાઈન તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું જે બાદમાં રીપેર થઈ જતાં પાણી રાબેતા મુજબ ચાલુ થઈ ગયું હતું. ફરજ ઉપરના ડોક્ટરો પણ આ સમસ્યાને ઉકેલવા અને પાણી ચાલુ કરવા અધિકારીઓને બોલાવ્યા હતા. હોસ્પિટલમાં મહિલા દર્દીઓ પાણીના પ્રશ્ને હેરાન પરેશાન થાય છે તે નક્કી છે.

અન્ય સમાચારો પણ છે...