રજૂઆત:જામનગરની જી. જી. હોસ્પિટલનું બિલ્ડીંગ જર્જરિત થતા નવનિર્માણ માટે સરકારમાં દરખાસ્ત કરાઈ

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય મંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરી નવા બાંધકામ માટે રજૂઆત કરવામાં આવી હતી
  • હોસ્પિટલમાં નવા મશીન ટૂંક સમયમાં આપવામાં આવશે

જામનગરની જી.જી. હોસ્પિટલની બિલ્ડીંગ જર્જરિત બની છે. જેથી નવા બાંધકામ માટે સરકારમાં દરખાસ્ત કરાઈ છે. બીજી તરફ હોસ્પિટલમાં નવા મશીન ટૂંક સમયમાં આપવામાં આવશે, તેથી દર્દીઓને વધુ ઉચ્ચ કક્ષાની સારવાર માટેની સુવિધા મળી રહેશે.

જામનગરની સરકારી તબીબી સેવા રાજ્યમાં સારી છાપ ધરાવે છે. સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની હોસ્પિટલમાં જામનગરની જી. જી. હોસ્પિટલની ગણતરી થાય છે. થોડાં વર્ષ પહેલાં જામનગરના મેડિકલ કેમ્પસ વિસ્તારમાં નવી હોસ્પિટલનું બાંધકામ થયું હતું. હવે જૂની જી. જી. હોસ્પિટલનું બાંધકામ 1926માં થયું હતુ જે હવે જર્જરિત બન્યું છે. ત્યારે નવા બાંધકામ માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યના આરોગ્ય મંત્રી જામનગર આવ્યા હતા ત્યારે તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ સમયે તેમની સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરી નવા બાંધકામ માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ સાથે નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ માંગણી સાથે રજૂઆત કરવામાં આવી હતી. તેમજ 1954ના મેડિકલ કેમ્પસના બાંધકામ અંગે પણ રજૂઆત કરી નવા બાંધકામ માટે માંગણી મૂકવામાં આવી હતી.

આ ઉપરાંત મેડિકલ કોલેજમાં વર્ષો પહેલા અભ્યાસ કરી ચૂકેલા તબીબો પણ કેટલીક મશીનરી માટે સહયોગ આપનાર છે. મળતી વિગત મુજબ લાંબા સમયથી એમઆરઆઈ બંધ હાલતમાં છે તે હવે ટૂંક સમયમાં જ પુન શરૂ થનાર છે. અતિ ઓછા સમયમાં જ એમઆરઆઈ મશીન આવી રહ્યું છે. આ ઉપરાંત બ્રેસ્ટ કેન્સરની સારવાર, મેમોગ્રાફી મશીનની પણ સુવિધા મળનાર છે. પ્રથમ ફ્રેશમાં હોસ્ટેલ બાંધકામ માટે મંજૂરી મળનાર છે. આ સામે માતા-બાળ સારવાર વિભાગમાં બાંધકામ થશે. જ્યાં 500 દર્દીને સારવાર મળી રહેશે. જ્યારે 600 જેટલા તબીબી વિદ્યાર્થીઓ માટે આશરે 30 કરોડના ખર્ચે હોસ્ટેલનું બાંધકામ થનાર છે.

આ ઉપરાંત વધુમાં જે સુવિધા માટે માંગણી કરવામાં આવી છે તેમાં વર્ગ એક અને બેના તબીબી અધિકારીઓ માટે રહેણાંક તથા નર્સીંગ સ્ટાફ માટે આવાસનો સમાવેશ થાય છે.જૂની હોસ્પિટલમાં 750 બેડની સુવિધા હતી. આ પછી 200 પીડિયાટ્રીકની અને 50 બેડ ટ્રોમામાં સુવિધા વધી હતી. તે ઉપરાંત અન્ય બેડ મળી કુલ 1375 જેટલા બેડની સેવા ઉપલબ્ધ છે. જ્યારે નવું બાંધકામ થશે ત્યારે જામનગરનું ખરા અર્થમાં મેડિકલ સુવિધાનું ઉત્તમ કેન્દ્ર બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...