OPDના સ્થળમાં ફેરફાર:જી. જી. હોસ્પિટલમાં વિવિધ ઓ. પી. ડી. સેન્ટર્સના ફેરબદલી થયેલા સ્થળની નોંધ લેવા તંત્રની અપીલ

જામનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગરની જીજી હોસ્પિટલમાં માનસિક રોગ, ચામડી અને ઈએનટી વિભાગની ઓપીડીના સ્થળમાં ફેંરફાર કરવામાં આવ્યો છે. આગામી 29 તારીખથી હવે નવા સ્થળ પર ઓપીડી થશે.

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જામનગરની જી. જી. હોસ્પિટલમાં માનસિક રોગોની ઓ. પી. ડી. આઉટ પેશન્ટ વિભાગ અત્યારે ટ્રોમા સેન્ટરના બીજા માળ પર કાર્યરત છે. જે આગામી તા. 29 મે થી હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં પહેલા માળ ઉપર કાર્યરત થશે. માનસિક રોગોની ઓ. પી. ડી. માં 700 જેટલી પથારી ઉપલબ્ધ છે. તેમજ સ્કીન, ત્વચા રોગોની ઓ. પી. ડી. નું નવા બિલ્ડિંગમાં પહેલા માળ ઉપર સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્વચા રોગોની ઓ.પી.ડી. માં 700 જેટલી પથારી ઉપલબ્ધ છે. તેમજ ઈ. એન. ટી. વિભાગ એટલે કે આંખ, નાક અને ગળાની ઓ. પી. ડી. ટ્રોમા સેન્ટરના પહેલા માળ ઉપર સ્થળાંતરિત કરવામાં આવી છે. જેની જામનગરની સર્વે જાહેર જનતાને નોંધ લેવા માટે તબીબી અધિક્ષક, જી.જી. હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું છે