તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરજ:જી. જી. હોસ્પિટલના 15 થી પણ વધુ તબીબોએ કોરોનાને હરાવ્યો, દર્દીઓની સેવામાં પુનઃ જોડાયા

જામનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ડોકટર અજય તન્ના - Divya Bhaskar
ડોકટર અજય તન્ના
 • ગરમ તાસીર ધરાવતા તબીબે ભર ઉનાળામાં અમદાવાદમાં રોજના 500 દર્દી તપાસ્યા

કોરોના મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દી નારાયણોની સારવાર કરતાં તબીબો પણ સાવધાની છતાં મહામારીની ઝપટમાં આવી જતાં હોય છે. ત્યારે કોરોનાને હરાવી જામનગરની જી.જી.હોસ્પિટલના 15 કરતાં વધુ તબીબો પુન: કોરોનાગ્રસ્ત દર્દીની સેવામાં જોડાયા છે.

કોરોના વાયરસથી સંક્રમિત થનારા તબીબોમાં હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. દિપક તિવારી, એડિશનલ ડેપ્યુટી સુપ્રિટેન્ટેન્ડટ ડો.અજય તન્ના, ડીન ડો. નંદીની દેસાઇ, ફેકલ્ટી મેમ્બર્સ ડો.હેમાંગ આચાર્ય, ડો.હર્ષ ત્રિવેદી, ડો.રાહુલ મહેતા, ડો.એન.આર. રાઠોડ, રેસિડન્ટ ડોકટરમાં ડો.વિજય વહાણિયા, ડો. કિંજલ નાદિયા, ડો.તેજસ રાબડિયા, ડો.રાજુ ગોળીફાળ, ડો. પૂજા ઉપાસના, સર્જિકલમાં ડો. નીતા રાડા, આર.એમ.ઓ. ડો. પંચાસરા, વગેરેનો સમાવેશ થાય છે.

તબીબી અધિક્ષક ડો. દિપક તિવારીએ જણાવ્યું હતું કે, દર્દીઓ અને તેમના સગાઓ સાથે કામ કરતાં હોવાથી કોરોનાથી સંક્રમિત થયા હતા. મને તાવ-દુઃખાવાના લક્ષણો હતા. જી.જી.ના તબીબો નિયમિત દવાઓ, ઇંજેકશન અપાતા હતાં. 15 દિવસ સુધી ઘરથી દૂર રહેવુ અને બિમારીને સહન કરવી મુશ્કેલ હોય છે પરંતુ સ્ટાફના મનોસામાજિક લાગણી-ટેકાથી બિમારીમાંથી બહાર આવ્યો હતો.

એડિશનલ ડેપ્યુટી સુપ્રિટેન્ટેન્ડટ ડો.અજય તન્ના અમદાવાદની હોસ્પિટલ(બી.જે.મેડિકલ કોલેજ)માં 10 દિવસ ફરજ બજાવવા ગયા હતા. ત્યાં દરરોજ તેઓ ત્રણ ફલોરના ૫૦૦ જેટલા દર્દીઓને તપાસતા હતા. જોકે તેઓ પીપીઇ કીટ પહેરીને –તમામ સાવચેતી સાથે જ ફરજ બજાવતા હતા. ફરજ પૂરી કરી જામનગર પરત ફરતા તેઓનું સ્ક્રીનીંગ કરાવતાં તેઓ કોરોના પોઝીટીવ આવ્યા હતા.

તેઓને ૭૦ વર્ષના વૃધ્ધ માતા હોવાથી તેઓએ ઘરે જ હોમ આઇસોલેશનમાં રહેવાનું ટાળ્યું હતું અને જામનગરથી 15 કિમી. દૂર લાખાબાવળ પાસે કોવિડ કેર સેન્ટરમાં 15 દિવસ સિફટ થયા હતા અને ત્યાની સારવારમાંથી સાજા થઇ ફરી દર્દીઓની સેવામાં લાગી ગયા હતા. ડો.તન્નાએ બે વાર પ્લાઝમા ડોનેટ કરીને સમાજ પ્રત્યેનો માનવ ધર્મ પણ બજાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો