તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:જી. જી. માં મોબાઈલ ચોરીનો પ્રયાસઃ 2 મહિલા સહિત 3 ઝબ્બે

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નર્સે બૂમાબૂમ કરતા લોકોએ પકડી પાડી સિક્યુરિટીને સોંપ્યા

જામનગરની જી.જી. હોસ્પિટલમાં શુક્રવારે બપોરે એક યુવતીનો મોબાઈલ તફડાવવાનો પ્રયાસ કરતી બે મહિલા તથા એક શખ્સને હાજર લોકોએ પકડી પાડયા હતાં. જામનગરની જી.જી.માં શુક્રવારે બપોરે એક મહિલા પરિચારિકા પોતાની ફરજ પર હતા ત્યારે કોઈએ તેઓના પર્સમાંથી મોબાઈલ તફડાવી લેવાનો પ્રયાસ કર્યો હતો.

આ વેળાએ તે નર્સની થોડે પાછળ આવી રહેલી અન્ય નર્સ્ે ઉપરોકત દ્રશ્ય નિહાળી બૂમાબુમ કરતાં ત્યાં હાજર વ્યક્તિઓએ બે મહિલા અને એક શખ્સને પકડી લઈ સિકયોરીટી ગાર્ડને સોંપી આપ્યા હતા. પ્રદર્શન મેદાન પાસે રહેતી બે મહિલા અને શંકરટેકરીના સિદ્ધાર્થનગરમાં રહેતાં આ શખ્સ દ્વારા મોબાઈલ તફડાવવાનો પ્રયાસ કરાયો હોવાનું બહાર આવ્યું છે. જી. જી. હોસ્પિટલમાંં સારવાર માટે આવતાં દર્દી અને તેમના સંબંધીઓના આ શખ્સોએ ખીસ્સા કાતર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...