ભાસ્કર એક્સકલુઝિવ:જી. જી. હોસ્પિટલમાં ગંદકી, ઉભરાતી ગટરો સહિત અસુવિધાની ભરમાર, ગ્રેડ મેળવવા માટે હવાતિયા

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જી.જી. હોસ્પિટલમાં મોટાભાગના સ્ટ્રેચરો તૂટેલા અને બિનઉપયોગી છે, જે છે તેના પણ હાલહવાલ છે. - Divya Bhaskar
જી.જી. હોસ્પિટલમાં મોટાભાગના સ્ટ્રેચરો તૂટેલા અને બિનઉપયોગી છે, જે છે તેના પણ હાલહવાલ છે.
  • આજે હોસ્પિટલનું ઇન્સ્પેકશન, આબરૂના ધજાગરા !
  • હોસ્પિટલની સેવા અને સુવિધાઓના નિરીક્ષણ માટે એનએબીએચ જામનગરમાં, સત્તાવાર રીતે હોસ્પિટલની ખામીઓ બહાર આવશે

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને ગુજરાતની બીજા નંબરની સરકારી હોસ્પિટલ જામનગરની જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓના અભાવની ભરમાર છે. અહીં પારાવાર ગંદકી, પાિર્કંગની સમસ્યા, ગંદા બાથરૂમ, રખડતા ઢોર અને દર્દીઓથી ઉભરાતી આ હોસ્પિટલમાં અનેક પ્રકારની અસુવિધાઓ છે ત્યારે આ હોસ્પિટલને એક્રેડીશન મળે તે માટે એમએબીએચ નામની સંસ્થા આજે ઈન્સ્પેક્શન માટે હોસ્પિટલમાં આવવાની હોય. એક્રેડીશન મળવાની તો વાત ઠીક આનાથી જામનગરની આબરૂના ધજાગરા ઉડશે.

હોસ્પિટલમાં ચોતરફે ગટર અને ગંદા પાણીનો જમાવડો રોજિંદી બાબત બની ગઇ છે, જેનો સામનો દર્દીઓ કરે છે.
હોસ્પિટલમાં ચોતરફે ગટર અને ગંદા પાણીનો જમાવડો રોજિંદી બાબત બની ગઇ છે, જેનો સામનો દર્દીઓ કરે છે.
હોસ્પિટલમાં દરરોજ આવતા હજારો લોકોના કારણે અહીં પાર્કિગની મોટી સમસ્યા છે, નોપાર્કિગમાં જ પાર્કિગ થાય છે.
હોસ્પિટલમાં દરરોજ આવતા હજારો લોકોના કારણે અહીં પાર્કિગની મોટી સમસ્યા છે, નોપાર્કિગમાં જ પાર્કિગ થાય છે.

જી.જી. હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવે છે જેની સામે સુવિધાઓ પૂરી પડતી નથી. જેના કારણે અસુવિધાઓ અને ગંદકી જી.જી. હોસ્પિટલનું પર્યાય બની ચૂક્યું છે. અહીં ઉભરાતી ગટરો, ગંદા સંડાસ, બાથરૂમ, રખડતા ઢોર, દર્દીઓ માટે ખુટતા પલંગો, બંધ લીફ્ટ વગેરે તો રોજિંદી બાબત છે. આ સુવિધાઓ સરખી કરવાના બદલે હોસ્પિટલ તંત્ર દ્વારા બે વર્ષ પહેલા જાણે જી.જી. હોસ્પિટલ સ્ટાર કેટેગરીની હોસ્પિટલ હોય તેમ એક્રેડીશન માટે એનએબીએચ સંસ્થાને અરજી કરવામાં આવી.

જી.જી. હોસ્પિટલની મોટાભાગની લીફટો જુનવાણી છે, જે મોટાભાગે કાયમી માટે બંધ હાલતમાં જોવા મળે છે.
જી.જી. હોસ્પિટલની મોટાભાગની લીફટો જુનવાણી છે, જે મોટાભાગે કાયમી માટે બંધ હાલતમાં જોવા મળે છે.
હોસ્પિટલમાં ગંદકીમાં મોટો ફાળો અહીં આવતા દર્દીઓ સાથે તેમના સગાઓ અને લોકોનો પણ જોવા મળે છે.
હોસ્પિટલમાં ગંદકીમાં મોટો ફાળો અહીં આવતા દર્દીઓ સાથે તેમના સગાઓ અને લોકોનો પણ જોવા મળે છે.

જે કોરોનાકાળ દરમિયાન પેન્ડીંગ રહી હતી બાદ હવે આ અરજી હાથમાં આવતા આ સંસ્થા દ્વારા જામનગર એક ટીમ મોકલવામાં આવી છે જે હોસ્પિટલની તમામ સુવિધાઓ અને સેવાઓનું બારીકીથી નિરીક્ષણ કરશે અને તેના આધારે માર્ક આપશે અને જામનગરની હોસ્પિટલનું સ્તર નક્કી કરશે.

જી.જી.ના બાળકોના વિભાગ પાસે જ કાયમી ગટરની ઉભરાવાની સમસ્યા છે, જેનો નિકાલ જ નથી.
જી.જી.ના બાળકોના વિભાગ પાસે જ કાયમી ગટરની ઉભરાવાની સમસ્યા છે, જેનો નિકાલ જ નથી.
જી.જી. હોસ્પિટલમાં ગાય અને કૂતરાઓનો ત્રાસ કોઇ નવી વાત નથી, આ કાયમી સમસ્યા છે.
જી.જી. હોસ્પિટલમાં ગાય અને કૂતરાઓનો ત્રાસ કોઇ નવી વાત નથી, આ કાયમી સમસ્યા છે.

હવે બધાને ખબર છે તેમ હોસ્પિટલમાં સુવિધાઓની શું સ્થિતિ છે તેમજ સેવાઓ કઈ પ્રકારની છે ત્યારે આવા ગતકડા કરી હાથે પગ પર કુહાડા મારી રહ્યા હોવાનું સ્થાનિક અધિકારીઓ અને ડોક્ટરો જણાવી રહ્યા છે. ત્યારે આજે આવતી કમિટીને થોડુ ઘણુ પણ સારુ દેખાડવા હોસ્પિટલમાં રંગ રોગાન કરી વસ્તુઓ બદલાવાઇ રહી છે, આકાશ ફાટે ત્યારે થીંગડુ લાગે તેમ ન હોય તે હોસ્પિટલ તંત્રને કોણ સમજાવે.

એનએબીએચ સંસ્થા શું છે ?
એનએબીએચ એટલે નેશનલ એક્રેડીશન બોર્ડ ઓફ હોસ્પિટલ નામની 2005માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દવારા નિર્મિત કમિટી છે જે હોસ્પિટલમાં કેવી પ્રકારની સેવા અને સુવિધા આપે છે તેનું માર્કીંગ કરે છે અને તેનું નિરીક્ષણ કરીને તેને માર્કસ આપવામાં આવે છે.

આ પ્રોસેસ સુધારાની છે: સુપ્રિન્ટેન્ડન્ટ
એનએબીએચ સંસ્થાની આ કામગીરી ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબની બે વર્ષ પહેલા આની પ્રક્રિયા થઈ હતી. આ એક ચાલતી પ્રોસેસ છે જે સુધારાનું છે. આપણી હોસ્પિટલમાં છે જે તે બતાવવાનું છે. ડોક્ટરો કેવી રીતે ટ્રેનીંગ લે છે તેમજ તપાસ કરે છે તે પણ આ એક ભાગ છે. - ડો. દીપક તિવારી, સુપ્રિન્ટેન્ડન્ટ, જી.જી. હોસ્પિટલ, જામનગર.

અન્ય સમાચારો પણ છે...