જામનગર જિલ્લામાં જુદા-જુદા સ્થળે સરકારી શાળામાં ફરજ બજાવતા 20 શિક્ષકોને પૂરા પગારના ઓર્ડર આપવામાં આવ્યા હતાં. આ તમામ શિક્ષકોની 5 વર્ષની ફીકસ પગારની નોકરીનો સમયગાળો પૂર્ણ થતા આ આદેશ કરાયા હતાં. જામનગર જિલ્લામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવતા કુલ 20 શિક્ષકોની પાંચ વર્ષની ફીક્સ પગારની નોકરીનો સમયગાળો પૂર્ણ થયો છે. આથી આ તમામ શિક્ષકોનો પૂરા પગારમાં સમાવેશ કરાયો છે.
આ પૂરા પગારના આદેશો શુક્રવારે જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કૈલાના હસ્તે શિક્ષકોને આપવામાં આવ્યા હતાં. આ તકે જિલ્લા સરકારી શિક્ષકસંઘના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ તથા મંત્રી કનુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતાં. પૂરા પગારમાં સમાવેશ થતા તમામ શિક્ષકોએ આનંદની લાગણી વ્યકત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.