તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ખંભાળિયાના યુવક સાથે લગ્ન કરી ફરાર લૂંટેરી દુલ્હન ઝબ્બે, 2012માં લગ્ન કરી ફરાર થઈ ગઈ હતી

જામનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયામાં રહેતા એક યુવક સાથે વર્ષ 2012માં એક યુવતિએ લગ્ન કર્યા હતા.બાદમાં લગ્ન કરી યુવક સાથે છેતરપિંડી કરી ફરાર થઇ ગઈ હતી. જે લુટેરી દુલ્હન પુન: યુવક સાથે ખંભાળિયામાં વાતચીત કરવા આવી હોવાથી ઝડપી લીધી હતી. ખંભાળિયાના હિતેશભાઇ નંદલાલભાઇ રાયચુરા સાથે વર્ષ 2012માં કાજલ ઉર્ફે રૂક્શાના ચંદુલાલ બારૈયા નામની યુવતિએ લગ્ન કર્યા હતા.

દરમિયાન ત્રણ વર્ષ સાથે રહ્યા બાદ આ યુવતિ પરત જતી રહી હતી. ભોગગ્રસ્ત યુવકે છેતરપિંડી અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન પુન: ઉપરોક્ત યુવતી હિતેશભાઇ સાથે ખંભાળિયા વાતચિત કરવા આવી હોવાની એસઓજીના હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ મોતીભા તેમજ મહાવિરસિંહને જાણ થતા જ સ્થળ પર વોચ ગોઠવી હતી.દરમિયાન ખંભાળિયાના ખંભાળિયા બસ સ્ટેશન બહારથી યુવતીને પોલીસે ઝડપી પાડી હતી.

અન્ય સમાચારો પણ છે...