તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:90 લાખની છેતરપિંડીનો ફરાર આરોપી જામનગરમાં ઝબ્બે

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજીએ બાતમીના આધારે દબોચ્યો
  • મેંગ્લોર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો

જામનગર સ્પેશ્યો ઓપરેશન ગ્રૃપે કર્ણાટકના મેંગ્લોર પોલીસ મથક ખાતે નોંધાયેલા રૂ.90 લાખના ચીંટીગ પ્રકરણમાં નાસતા ફરતા એક આરોપીને જામનગર ખાતેથી પકડી પાડયો છે.જેનો મેંગ્લોર ઉતર પોલીસને કબજો સોંપવામાં આવ્યો છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પી.આઇ. એસ.એસ. નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ગઢવી અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો જે વેળાએ સ્ટાફના દોલતસિંહ જાડેજા, રમેશભાઇ અને મયુદિનભાઇ સૈયદ સહિતની ટીમને કર્ણાટક રાજયના મેંગ્લોર ઉતર પોલીસ મથકમાં ચાલુ વર્ષે નોંધાયેલા ચીટીંગના પ્રકરણમાં નાસતા ફરતા આરોપી રોહિત ચંદુભાઇ ચૌહાણ વિશે ચોકકસ બાતમી મળી હતી.

જે બાતમીના આધારે પોલીસે ટુકડીએ ત્વરીત વોચ ગોઠવી તેના ઘરે પહોચી જઇ તેને કોર્ડન કરી લીઘો હતો જેને પકડી પાડયા બાદ સ્થાનિક પોલીસ મથક ખાતે ખસેડી ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.જયારે જામનગર પોલીસે આ અંગે મેંગ્લોર ઉતર પોલીસ મથકનો પણ સંપર્ક સાધી તેનો કબજો લગત પોલીસ મથકને સોંપી દિઘો છે.

અન્ય સમાચારો પણ છે...