ધરપકડ:ધ્રોલ ગાંજા પ્રકરણનાે ફરાર આરોપી લૈયાર પાસેથી ઝબ્બે

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 36 કીલો ગાંજાના ચકચારી કેસમાં ઘણા સમયથી ફરાર હતો

ધ્રોલના ગાંજાના કેસમાં ફરાર રહેલા જોગવડના શખસને એસઓજીએ લૈયારાના પાટિયા પાસેથી પકડી પાડી તેને ધ્રોલ પોલીસ સ્ટેશનના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધ્રોલમાં ગત તા. 21-7-2021ના રોજ એસઓજીએ 36 કીલો 900 ગ્રામ ગાંજો રૂા. 69 હજારનો પકડી પાડયો હતો.

જેમાં સાત આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કરાવવામાં આવ્યેા હતો, જેમાં એક આરોપી જોગવડનો અજય જાડેજા ઘણા સમયથી ફરાર હતો, એસઓજીને બાતમી મળી કે, તે લૈયારાના પાટિયે બેઠો છે, જે પરથી પોલીસે તે જગ્યાએ રેઇડ કરી યુવરાજસિંહ ઉર્ફે અજય બનેસિંહ જાડેજાને પકડી પાડયો હતો અને તેને ધ્રોલ પોલીસ સ્ટેશન સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...