તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:જામનગરના એન.ડી.મેટાલીક કારખાનામાંથી રૂ. 2.33 કરોડની ઇનપુટ ટેકસ ક્રેડીટની ચોરી ઝડપાઇ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાલુ તપાસે પેઢીના માલિકે રૂ.1 કરોડ ભર્યા: સમન્સ ફટકારી તપાસ ચાલુ : નાણા ન ભરતા સ્ટોક ટાંચમાં લેવાયો

જામનગરના જીઆઇડીસીના કારખાનામાંથી રૂ.2.33 કરોડની ઇનપુટ ટેકસ ક્રેડીટની ચોરી ઝડપાતા ભારે ચકચાર જાગી છે. કારખાનેદારે જીએસટી નંબર રદ થયેલા વેપારીઓ પાસેથી ખરીદી દર્શાવી કારસ્તાન આચર્યાનું તપાસમાં ખૂલ્યું છે. ચાલુ તપાસે પેઢીના માલિકે રૂ. 1 કરોડ ભર્યા છે. વેટ વિભાગના અધિકારીઓ દ્વારા કારખાનેદારને સમન્સ ફટકારી તપાસ ચાલુ રાખવામાં આવી છે. જામનગર જીઆઇડીસીમાં એન.ડી.મેટાલીક કારખાનું ધરાવતા હની નારૂલા(રે.દિલ્હી) દ્વારા બોગસ ખરીદી દર્શાવી ઇનપુટ ટેકસ ક્રેડીટની ચોરી કરવામાં આવી હોવાની બાતમી વેટવિભાગને મળી હતી.

આથી ગત તા.18 ઓકટોબરના રાજકોટના આસી. કમિશ્નર ગોહીલે જામનગરના સ્થાનિક સેલટેકસ ઓફીસર ગળચરને સાથે રાખી દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન કારખાનામાંથી જે વેપારીઓના જીએસટી નંબર રદ થઇ ગયા હોય તેઓ પાસથે ખરીદી કરી વેરા અને વ્યાજ સહીત રૂ.2.33 કરોડની ઇનપુટ ટેકસ ક્રેડીટની ચોરી કરવામાં આવી હોવાનું વેટ વિભાગની તપાસમાં ખૂલ્યું હતું. ચાલુ તપાસ દરમ્યાન કારખાનેદારે પ્રથમ રૂ.1 કરોડ અને ત્યારબાદ રૂ.32 લાખ ભર્યા હતાં. જયારે બાકીની રકમ ન ભરતા અધિકારીઓ દ્વારા બ્રાસનો સ્ટોક ટાંચમાં લઇ કારખાનેદારને સમન્સ ફટકારી તપાસ ચાલુ રાખવામાં આવી હોવાનું વેટ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે.

આઇટીસી ચોરીની તપાસ 25-25 દિવસ સુધી ચાલતા અનેક તર્કવિતર્ક
જામનગરના એન.ડી.મેટાલીક કારખાનામાં ગત તા.18 ઓકટોબરના એટલે કે 25 દિવસ પહેલાં તપાસ કરવામાં આવી હતી. જે બે દિવસ સતત ચાલી હતી. જેમાં રૂ.2.33 કરોડની ઇનપુટ ટેકસ ક્રેડીટની ચોરી ખુલ્યા બાદ કારખાનેદારે રૂ.1.32 કરોડ વેરા-વ્યાજ સહીત ભર્યા હતાં. ત્યારે આઇટીસી ચોરીની તપાસ હજુ સુધી ચાલુ રહેતા અને લંબાતા ઉધોગકારો અને વેટના અધિકારીઓમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો