વિજિલન્સ ત્રાટકી:દેવભૂમિમાં 5 હોટલ સહિત 7 સ્થળેથી રૂા. 29.16 લાખની વીજચોરી પકડાઇ

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખંભાળિયા, ભાટીયા સહિતના વિસ્તારોમાં વિજિલન્સ ત્રાટકી
  • લંગરિયા, લોડ વધારાની ગેરરીતિ ખૂલતા દંડનીય કાર્યવાહી

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વિજીલન્સ ટીમે શુક્રવારે દ્વારકા, ખંભાળિયા, ભાટીયા સહિતના વિસ્તારો અને હોટલોમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં વડત્ર સબ ડિવિઝનમાં આવતી હોટલ ફોજીમાં ચેકીંગ હાથ ધરાવામાં આવતા ચૌહાણ રણજીતસિંહ દિપસિંહ નામના આસામી ગ્રાહક ન હોવા છતાં નજીકમાં આવેલા ટી. સી માંથી લંગર નાખી 3.146 જયારે તેમની અન્ય ખોડીયાર હોટલમાં 4.600 કિલો વોટ વીજળીનો વીજ વપરાશ કરતા હોવાનું સામે આવતા હોટલ ફોજીનું રૂ.3 લાખ અને ખોડીયાર હોટલનું 4.50 લાખનું દંડનીય વીજબીલ ફટકારવામાં આવ્યું હતું.

જ્યારે ભાટીયા સબ ડિવિઝનના લીંબડીમાં સુરેશભાઈ પરસોતમભાઈ નારીયાપરા ગ્રાહક ન હોવા છતાં સીધુ એલટી પોલમાંથી જોડાણ મેળવી 2.050 વોટ વીજળીનો વપરાશ કરતા મળી આવતા તેઓને રૂ 2લાખનું દંડનીય બીલ ફટકારવામાં આવ્યું છે.

ખંભાળિયાના સબ ડિવિઝન હર્ષદપુરમાં અબુભાઈ રૂખડાએ લીધેલા વીજલોડ કરતા 59.595કિલો વોટ નો વધુ વપરાશ કરતા રૂ.2નું લાખ દંડનીય બીલ ફટકારવામાં આવ્યું છે. વડતરા ગામમાં આવેલી પ્રભાત હોટલમાં ચેકિંગ હાથ ધરતા હોટલના સંચાલક કોડિયાતર રમેશભાઈએ ટી. સીમાથી વધારોનો વાયર જોડી ડાયરેકટ જોડાણ મેળવી લઈ 7.3 વોટ વીજળીનો વપરાશ કરતા મળી આવતા તેઓને રૂ 6.52લાખનું દંડનીય બીલ ફટકારવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...