તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં પ્રવેશબંધી:મિત્રો, સગા-સંબંધીએ કામ સિવાય ઘરે ન જ આવવું : આદિત્ય પાર્કના મકાનમાં બોર્ડ લાગ્યા

જામનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શક્ય હોય ત્યાં સુધી ફોન પર જ કામ પતાવવા સંબંધિતોને મહિલાની અપીલ

જામનગર શહેર તથા તાલુકા અને જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના કેસોમાં જબરો ઉછાળાે જાેવા મળી રહ્યો છે ત્યારે શહેરમાં રાજપાર્ક નજીક આવેલ આદિત્ય પાર્ક શેરી નં. 2માં રહેતા પારૂલબેન ગોવિંદભાઇ જોબનપુત્રાએ પોતાના ઘરની બહાર એક બોર્ડ મારી બહારથી આવતા તમામ લોકોને ઘરમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે અને જેતે સગા-સ્નેહીઓને કામ હોય તો તેઓએ ફોન દ્વારા સંપર્ક કરવા જણાવ્યું છે.

અગાઉ નર્સિગની જોબ કરતા પારૂલબેન જોબનુપત્રાએ કોરોનાનાં વધતા કેસને ધ્યાનમાં રાખીને એક અનોખી પહેલ અને જાગૃતતા લોકો સામે મુકી છે કે, ઘરમાં કોઇપણ બહારની વ્યકિતન કામ સિવાય કે જરૂરી કામ હોય તેા જ ઘરની બહાર નિકળું જેથી કોરોના સામે આપણે રક્ષણ મળી રહે અને પરીવારના સભ્યોને ચેપ ન લાગે તે તકેદારીના ભાગરૂપે આ પગલું ભર્યુ છે. આ મહિલાના ઘરમાં 4 સભ્યો છે અને તેઓ તમામ ઘરમાં જ રહે છે કામ વગર કોઇ પરીવારનું સભ્ય બહાર નિકળતું નથી.

જાગૃતતા દેખાડીશું તો જ કોરાેનાનો જંગ જીતી શકશું
હાલ કોરોનાનાં વધતા કેસને ધ્યાનમાં રાખીને મે મારા સૌ મિત્રો, સગા-સબંધી અને પરિચિતો કૃપા કરી સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું ધ્યાન રાખશો અને મારા ઘરે ત્યાં સુધી ન આવવું જયાં સુધી ખુબ જરૂરી કામ ન હોય જે ઘરે અાવ્યા વગર થઇ શકે એમ ન હોય તો અથવા તો ફાેન દ્વારા સંપર્ક કરવા જણાવ્યું છે.> પારૂલબેન ગોવિંદભાઇ જોબનુપત્રા, સામાજિક કાર્યકર્તા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો