તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાટક:રેલવેની જગ્યામાં વારંવાર થતાં દબાણો વધુ એક વખત દૂર કરાયા

જામનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યવાહીના બે દિવસ બાદ પુન: દબાણ થઇ જાય છે
  • જૂના રેલવે સ્ટેશનની જગ્યામાં અસામજીક પ્રવૃતિની લોકફરિયાદ

જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસેની જગ્યામાં વારંવાર થતાં દબાણો વધુ એક વખત રેલવે વિભાગ દ્વારા દૂર કરાયા હતાં. રેલવે વિભાગ દ્વારા કાર્યવાહીના બે દિવસ બાદ પુન: આ સ્થળે દબાણ થઇ જતાં હોય કામગીરી સામે સવાલ ઉઠયા છે. જૂના રેલવે સ્ટેશન પાસેની જગ્યામાં અસામજીક પ્રવૃતિની પણ લોક ફરિયાદો જોરશોરથી ઉઠી છે.

જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસે રેલવે વિભાગની જગ્યામાં ઘણાં વર્ષોથી દબાણ થઇ ગયા છે. છાશવારે રેલવે વિભાગ દ્વારા આ દબાણ દૂર કરવામાં આવે છે. પરંતુ બે દિવસ બાદ પુન: દબાણ ખડકાઇ જાય છે. ત્યારે શુક્રવારે રેલવે પોલીસ દ્વારા વધુ એક વખત જૂના રેલવે સ્ટેશન પાસેની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતાં. આ સમયે રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...