હાલાકી:ભાટિયામાં છેલ્લા ત્રણેક માસથી અવારનવાર સર્જાતા વીજધાંધિયા

ભાટિયા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જર્જરીત વીજવાયરોના કારણે વારંવાર ફોલ્ટ, બે દિવસ અનેક વિસ્તારોમાં વિજળી ગુલ થઈ
  • મચ્છરોના ભારે ઉપદ્રવ વચ્ચે વીજવિક્ષેપથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા: ઉડાવ જવાબનો આક્ષેપ

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે છેલ્લા ત્રણેક મહીનાથી અવાર નવાર સર્જાતા વિજધાંધિયાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.જેમાં લગભગ બે દિવસ સુધી ભાટીયા શહેરના અનેક વિસ્તારોમા વિજપુરવઠો મહદઅંશે ઠપ્પ રહયો હતો.જે મામલે સ્થાનિકો કચેરી ખાતે રજુઆત અર્થે જતા ઉડાઉ જવાબ પણ આપ્યાનો આક્ષેપ થયો છે.

ભાટીયા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી વિજ સમસ્યાએ માઝા મુકી છે.જેમાં સપ્તાહના પ્રારંભિક તબકકામાં વિજધાંધિયાથી ત્રસ્ત સ્થાનિક લોકો વિજ કચેરીએ રાત્રે રજુઆત અર્થે પહોચ્યા હતા જે વેળાએ તેઓને ટીમ નથી એમ કહી ઉડાઉ જવાબ પણ અપાયાનો સ્થાનિક લોકોએ અાક્ષેપ કર્યો હતો.જેમાં આખી રાત વિજળી ગુલ થયા બાદ છેક વહેલી સવારે ચારેક વાગ્યા બાદ અહી ડીમ ફુુલ પાવર થયો અને અમુક લોકોના ટીવી અને ઈલેકટ્રીક સાધનો બગડી ગયા હતા.

ભાટીયા પીજીવીસીએલનુ સ્થાનિક તંત્ર ફોન સુધ્ધા રીસીવ કરતા ન હોવાનો આક્ષેપ થયો છે.બીજી બાજુ લગભગ ત્રણેક માસથી ભાટીયામાં લગભગ દરરોજ દિવસે જ પાંચથી સાત વખત વિજળી ગુલ થાય છે. આ રોજીંદી સમસ્યાથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.વધુમાં વારંવાર ડીમ ફુલ થવાને લીધે અનેક લોકોના ઈલે. સાધનો બગડી જાય છે ઉપરાંત ફરીયાદો છતા વિજ ફોલ્ટ રીપેર કરવામાં ખાસ્સો સમય લાગતો હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે લોકોએ રોષ વ્યકત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છેકે, ભાટીયામાં ચાલુ ચોમાસામાં અવાર નવાર શોટ સર્કિટ જેવા બનાવો સામે આવ્યા હતા તો ઠેર ઠેર ખુલ્લા વાયરોના કારણે બે ત્રણ વ્યકિતઓને વિજ આંચકા લાગ્યાના બનાવો અગાઉ સામે આવી ચુકયા છે.ત્યારે તાત્કાલિક વિજ સમસ્યા નિવારવા પ્રબળ લોકમાંગણી ઉઠી છે.

લાંબા સહિતના ગામોમાં વીજધાંધિયા, ઉગ્ર રજુઆત
​​​​​​​લાંબા : હાલ પિયતનાં સમયમાં ખેડુતોને પુરતી વિજળી આપવામાં આવતી નથી જે બાબતે ગુરૂવારે લાંબા, ગાગડી, ગાધવી ગામના સરપંચ તેમજ ખેડુતો અને ગામજનો દ્રારા વિજના ધાંધિયા બાબતે કલ્યાણપુર પીજીવીસીએલની કચેરીએ આવેદન પાઠવ્યુ ​​​​​​​હતુ.સાથો સાથે વહીવટી અને પોલીસ તંત્રને પણ રજુઆત કરાઇ હતી.જો આગામી બે દિવસમાં વિજધાંધિયા હલ કરી વિજ પુરવઠો નિયમતિ કરવામાં નહી આવે તો આંદોલનની ચિમકી પણ રજુઆતના અંતમાં ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...