કડકડતી ઠંડી:જામનગરમાં 30 કિલોમીટરની ઝડપે બર્ફિલો પવન ફૂંકાતા ટાઢોડુ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો, તિવ્ર ઠંડીથી આંશિક રાહત
  • એકજ રાત્રિમાં પારો ત્રણ ડિગ્રી ઉંચકાયો, રાત્રિના પગરવ સાથે સ્વયંભૂ કર્ફયું

જામનગરમાં સતત 3 દિવસ સુધી કડકડતી ઠંડીના કહેર બાદ શુક્રવારે રાત્રીનુ તાપમાન ત્રણ ડિગ્રી નીચે સરકયો હતો અને લઘુતમ તાપમાન 13 ડિગ્રી પર સ્થિર થયુ હતુ.જોકે,દશથી ત્રીસ કિ.મિ.ની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે વાતાવરણ ઠંડુગાર રહયુ હતુ.ટાઢોડાએ સામ્રાજય જમાવતા રાત્રીના પગરવ સાથે સતત ધમધમતા રાજમાર્ગો પર સ્વયંભૂ કર્ફૂય સમો માહોલ જોવા મળ્યો હતો. શહેર-જિલ્લામાં સપ્તાહના પ્રારંભ સાથે ઠંડીનુ જોર વધ્યુ હતુ તેમાં પણ બુધવાર અને ગુરૂવારે રાત્રીનુ તાપમાન દશ ડિગ્રી આસપાસ સ્થિર થતા હાડ ધ્રૂજાવતી ઠંડીનો મુકામ રહયો હતો.

જોકે,શુક્રવારે લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી ઉંચકાયુ હતુ અને પારો 13 ડિગ્રી પર સ્થિર થયો હતો એમ કંટ્રોલરૂમે જણાવ્યુ હતુ. જોકે, શુક્રવારે સવારથી ઉતર પુર્વીય વેગીલા વાયરા ફુંકાયા હતા.જેથી સવારથી ઠંડુગાર રહયુ હતુ.બપોર બાદ ટાઢોડાએ રીતસર સામ્રાજય જમાવતા જનજીવન પ્રભાવિત થયુ હતુ.શહેરમાં માર્કેટોમાં સવારે ચહલ પહલ મોડી શરૂ થઇ હતી. જયારે મોડી સાંજ બાદ અવર જવર નહિવત જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...