દુર્ઘટના:ફ્રીઝ રીપેરીંગની દુકાનમાં આગ, મકાન ખાલી કરાવાયું, શોકસર્કીટથી આગ ભભૂકી હોવાનું ખુલ્યું કમ્પ્રેસરમાં ગેસ હોવાથી મોટા ધડાકા થયા

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોવાળની મસ્જીદ પાસે બનેલી ઘટના

જામનગરમાં ગોવાળની મસ્જીદ પાસે તળાવ ફળી નજીક આવેલી ફ્રીઝ રીપેરીંગની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા બાજુના મકાન સુધી પહોંચી જતાં મકાન ખાલી કરાવાયું હતું. શોકસર્કીટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વ્યકત કરાયું છે. દુકાનમાં ફ્રીજના કમ્પ્રેસરમાં ગેસ હોવાથી ધડાકા થયા હતાં. જો કે, બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. શહેરમાં ગોવાળની મસ્જીદ પાસે આવેલી તળાવ ફળી નજીક આવેલા હનુમાનજીના મંદિરની બાજુમાં આવેલી ફ્રીઝ રીપેરીંગની દુકાનમાં બુધવારે સાંજે 7.30 વાગ્યાની આસપાસ આગ ભભૂકી ઉઠી હતી.

દુકાનમાં ફ્રીઝનો સામાન તથા ફ્રીઝના ગેસ ભરેલા કમ્પ્રેસર હોવાથી આગે પલવારમાં રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આટલું જ નહીં ગણતરીની મીનીટોમાં આગ દુકાનની બાજુમાં આવેલા મકાન સુધી પહોંચી ગઇ હતી. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગ ઓલવાવની કામગીરી શરૂ કરી હતી. મકાન સુધી આગ પહોંચતા મકાન ફાયર બ્રિગેડે ખાલી કરાવ્યું હતું. દુકાનમાં ફ્રીઝના ગેસ ભરેલા કમ્પ્રેસર હોવાથી ધડાકા થયા હતાં. જો કે, આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

અન્ય સમાચારો પણ છે...