નિ:શુલ્ક સેમિનાર:જામનગર શહેરમાં સરકારી શિક્ષક માટેની ટેટ પરીક્ષા અંગે ફ્રી સેમિનાર

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતીકાલે 12મીને શનિવારે સાંજે 5 થી 6, બીજો સેમિનાર 6 થી 7 રખાયો છે

હાલ ઓજસ સાઈટ પર સરકારી શિક્ષકો બનવાની ટેટ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ બીએડ અથવા પીટીસી થયેલ હોય અથવા હાલ છેલ્લા વર્ષમાં હોય તેઓને માટે આ ઉત્તમ તક છે. આ વખતે ટેટ 1 તથા ટેટ 2 દ્વારા પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોની ભરતી થવા જઈ રહેલ છે. જે યુવાનોએ સરકારી શિક્ષકની નોકરી અંગે સપનું જોયું છે, તેઓને આ પરીક્ષા સરળતાથી કેમ પાસ કરવી અને મેરિટમાં કેમ આગળ રહી શકાય તે અંગેના માર્ગદર્શન હેતુ એન.ડી.સી. સંસ્થા દ્વારા નિ:શુલ્ક સેમિનારનું વિશેષ આયોજન તા. 12ને શનિવારના સાંજે 5 થી 6 અને બીજો સેમિનાર 6 થી 7 રાખવામાં આવ્યો છે.

સેમિનારમાં ટેટની પરીક્ષાનો સિલેબસ અને તેમાં રહેલા ગુણાંકન અંગેપણ માર્ગદર્શન આપવામાં આવશે. માત્ર 150 ગુણની લેવાતી આ પરીક્ષામાં માત્ર દોઢ કલાકનો સમય આપવામાં આવતો હોય છે. વળી વિધ-વિધ વિષયોને યાદ રાખવા માટે સૌએ સ્માર્ટ વર્ક કરવું પડતું હોય છે અને સાથે સાથે ટુ ધ પોઈન્ટ પ્રેક્ટીસ પણ કરવી પડતી હોય છે. આવી અને આના જેવી અનેક બાબતોની વિસ્તૃત માહિતી આ નિ:શુલ્ક સેમિનારમાં કરીઅર એક્ષપર્ટ દ્વારા અપાશે. ઉપરાંત અમુક ફ્રી વેબસાઈટ, ફ્રી મટીરીયલથી પણ કેમ કામ થઇ શકે ? તે વિશે પણ માહિતી આપવામાં આવશે. ફ્રી સેમિનારમાં જોડાવા રજીસ્ટ્રેશન જરૂરી છે. રજીસ્ટ્રેશન કરવા માટે માત્ર મેસેજ “ફ્રી ટેટ સેમિનાર“ એવો મેસેજ મોબાઈલ નંબર 9033557799 ઉપર અચૂક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...