આયોજન:જામનગરમાં તલાટીની નોકરી માટે રવિવારે ફ્રી સેમિનાર

જામનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સેમિનારમાં જોડાવા રજીસ્ટ્રેશન જરૂરી

તાજેતરમાં આવેલી ધો. 12 પાસ ઉપરની તલાટીની 3437 જેટલી સરકારી નોકરીની ભરતી અંગે અનેક યુવાનોએ ફોર્મ ભરેલા છે તેમજ તલાટી જેવી પરીક્ષા સરળતાથી પાસ કરવી છે, તેઓના માર્ગદર્શન હેતુ એન.ડી.સી. સંસ્થા દ્વારા નિ:શુલ્ક સેમિનારનું આયોજન તા. 20ના સવારે 10 થી 12 દરમિયાન કરાયું છે.

સેમિનારમાં તલાટીની પરીક્ષાના સિલેબસમાં થયેલા ફેરફારો અને તેમાં રહેલા ગુણાંકન અંગેપણ માર્ગદર્શન આપવામાં આવશે. માત્ર 100 ગુણની લેવાતી આ પરીક્ષામાં માત્ર એક જ કલાકનો સમય આપવામાં આવતો હોય છે. વળી વિધ-વિધ વિષયોને યાદ રાખવા માટે સૌએ સ્માર્ટ વર્ક કરવું પડતું હોય છે અને સાથે સાથે ટુ ધ પોઈન્ટ પ્રેક્ટીસ પણ કરવી પડતી હોય છે. આવી અને આના જેવી અનેક બાબતોની વિસ્તૃત માહિતી આ નિ:શુલ્ક સેમિનારમાં કરીઅર એક્ષપર્ટ દ્વારા અપાશે.

ઉપરાંત અમુક ફ્રી વેબસાઈટ, ફ્રી મટીરીયલથી પણ કેમ કામ થઇ શકે ? તે વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવશે. સેમિનારમાં જોડાવા રજીસ્ટ્રેશન જરૂરી છે. રજીસ્ટ્રેશન કરવા માટે માત્ર વ્હોટસએપ મેસેજ ફ્રી સેમિનાર એવો મેસેજ મોબાઈલ નંબર 9033557799 ઉપર કરવાનાે રહેશે. મેસેજ મોકલનારને વળતા મેસેજમાં સેમિનારનું સ્થળ જણાવી દેવામાં આવશે.આ ફ્રી સેમિનારમાં માસ્ક, સોસિઅલ ડિસ્ટન્સ અને કોવિડ19 નિયમોને જાળવીને ઈચ્છુક યુવાનો જોડાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...