મહિલાઓને મળી સ્વરક્ષણની તાલીમ:જામનગર યુવક કોંગ્રેસ અને NSUI દ્વારા બહેનો માટે નિશુલ્ક સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પ યોજાયો, 150થી વધુ મહિલાઓએ ભાગ લીધો

જામનગર5 મહિનો પહેલા
  • ઓનલાઇન રજિસ્ટ્રેશનના માધ્યમથી અંદાજે 150થી વધુ બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું

ગુજરાતમાં હાલમાં મહિલાઓ પરના હુમલાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. જેના પગલે બહેનોને

સેલ્ફ ડિફેન્સની બેઝિક ટેકનિક આવડે તે ખૂબ જરૂરી બની ગયું છે. જેના અનુસંધાને આજે શનિવારના રોજ યુવક કોંગ્રેસ અને NSUI, જામનગરના માધ્યમથી સેલ્ફ ડિફેન્સની બેઝિક ટેકનિક માટેના એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ઓનલાઇન રજિસ્ટ્રેશનના માધ્યમથી અંદાજે 150થી વધુ બહેનોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને ટ્રેનિંગ મેળવી હતી.

આ સેલ્ફ ડિફેન્સ કેમ્પની ટ્રેનિંગ સરફરાઝભાઈ નોઈડા, પ્રેરણા નાખવા, પૃથ્વીરાજસિંહ ચૌહાણ દ્વારા આપવામાં આવી હતી. સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કેમ્પનું આયોજન યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તોસિફખાન પઠાણ, યુવક કોંગ્રેસ વિધાનસભાના પ્રમુખ શક્તિસિંહ જેઠવા, NSUI જામનગરના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...