જિલ્લા ક્ષય કેન્દ્ર જામનગર ખાતે જામનગર જિલ્લાનાં ટીબીના દર્દીઓને વિનામૂલ્યે ન્યુટ્રીશન કીટનું વિતરણનું કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટીબીના દર્દીઓના પોષણનું સ્તર ઉંચુ આવે તે માટે દરેક દર્દીને તેલ, બાજરો તથા મગ સાથેની ન્યુટ્રીશન કીટ આપવામાં આવી હતી.
કાર્યક્રમ અંતર્ગત હસમુખભાઈ હિંડોચાએ ટીબીના દર્દીઓને સાવચેતી રાખવા તેમજ એનો ચેપ ઘરના સભ્યો કે અન્ય લોકોને ન લાગે એ માટે હંમેશા માસ્ક પહેરવાની સુચના આપી હતી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ટી.બી. મુક્ત ભારત અભિયાનમાં સહભાગી થવા સૌને આહવાન કર્યું હતુ.ડો.એચ.એચ.ભાયા દ્વારા ટીબીના દર્દીઓને ટીબીનો સંપૂર્ણ કોર્ષ પુરો કરવા માટે અનુરોધ કરાયેલ જ્યારે ડો. પી.એન.કન્નરે ટીબીના દર્દીઓને સારવાર દરમ્યાન કોઈપણ સમસ્યા આવે તો શું કરવું જોઈયે તે અંગેની સલાહ આપી હતી. ડો.વીરેન પીઠડીયાએ તમામ ટીબીના દર્દીઓને ટીબીની સારવાર દરમ્યાન શું ધ્યાન રાખવાનું તેની વિસ્તૃત માહિતી આપી હતી. એ ઉપરાંત જામનગર શહેર મહિલા પાંખના બહેનોએ નિ–ક્ષય મિત્ર બનીને ટીબીના દર્દીઓને નિયમિત પોષણ કીટ આપવા માટે સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે ટીબીના દર્દી તબસુમ સંઘારે આરોગ્ય તંત્ર દ્વારા ચલાવવામાં આવતા ટીબી કાર્યક્રમની સરાહના કરી હતી અને જણાવ્યું હતુ કે મને ટીબીની દવા તથા ન્યુટ્રીશન કીટ સમયસર મળે છે. જે લીધા પછી મારા શરીરમાં ટીબીના રોગની અસર હતી તે ઘીમે ઘીમે લુપ્ત થઈ રહી છે. આ તકે હું સરકારનો આભાર વ્યક્ત કરૂ છુ.
આ તકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રોગ્રામ કોર્ડીનેટર દિપક ફળદુ દ્વારા કરવામાં આવેલ હતું અને ડી.પી.પી.એમ.સી. ચિરાગ પરમાર દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ. આ પ્રસંગે ભારત સરકારના ગોવા સીપયાર્ડ લી.ના સ્વતંત્ર ડાયરેકટર હસમુખભાઈ હિંડોચા, રીટાબેન જોટંગીયા, જામનગર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ.ભાયા, જિલ્લા ક્ષય અધિકારી ડો.પી.એન.કન્નર, મેડીકલ ઓફિસર જિલ્લા ક્ષય કેન્દ્ર જામનગર ડો.ધીરેન પીઠડીયા, ચૂંટાયેલા પ્રતીનીધીઓ, જિલ્લા ક્ષય કેન્દ્રના તમામ સ્ટાફ તથા જામનગર જિલ્લાના ટીબીના દર્દીઓ હાજર રહેલ હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.