જામનગર ગાયત્રી શક્તિપીઠમાં વર્ષ-2003 થી 2020 એટલે કે 17 વર્ષમાં 96848 દર્દીને શરીરના જુદા-જુદા અંગના દુઃખવા દૂર કરવા માટે વિનામૂલ્યે એક્યુપ્રેશર સારવાર આપવામાં આવી છે. જામનગરમાં શરૂ સેકશન રોડ પર આવેલી ગાયત્રી શક્તિપીઠમાં સ્વાસ્થ્યને લગતી અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત છે. જેમાં વર્ષ-2003થી વિનામૂલ્યે એકયુપ્રેશર સારવાર શરૂ કરવામાં આવી હતી. જેમાં શરીરના અંગના દુઃખવા દૂર કરવા માટે અલગ અલગ આધુનિક મશીન તથા પોઈન્ટ સહિતની પધ્ધતિઓ દ્વારા એક્યુપ્રેશરની સારવાર આપવામાં આવી છે.
વર્ષ-2003થી 2020 સુધીમાં ગાયત્રી શક્તિપીઠ, રામકૃષ્ણ વિવેકાનંદ સેન્ટર તેમજ જુદા જુદા કેમ્પમાં 96848 દર્દીઓને વિનામૂલ્યે એકયુપ્રેશર સારવાર આપવામાં આવી છે. 2003થી 2007 સુધી ભુજ પદયાત્રીકો મુંબઇ ગણેશ ઉત્સવમાં 21400 યાત્રિકોને નિઃશુલ્ક સેવા અપાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.