છેતરપીંડી:લોભામણી સ્કીમના ઓઠા તળે રૂા.2.37કરોડની ઠગાઇ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેપારી, બે નિવૃત શિક્ષક સહિત ત્રણ સામે ગુનો નોંધાયો, કરોડોનુ મસમોટુ કૌભાંડ હોવાની શક્યતા

જામજોધપુરના એક આસામી સહિતના રોકાણકારોને આકર્ષક વળતરની ખાતરી આપી સ્ટેમ્પ પેપર પર લખાણ સાથે ચેકો પણ આપી વિશ્વાસ કેળવ્યા બાદ વળતર નહી ચુકવી રૂ.2.37 કરોડની છેતરપીંડી આચર્યાની ફરીયાદ જામનગરના એક વેપારી ઉપરાંત બે નિવૃત શિક્ષક સહિત ત્રણ સામે જામજોધપુર પોલીસ મથકમાં નોંધાઇ છે.જયારે ઉકત કૌભાંડમાં છેતરપીંડીનો આંક પણ કરોડોમાં પહોચવાની શકયતા સુત્રો દર્શાવી રહયા છે.જયારે એક શખસ પોલીસના સકંજામાં સપડાઇ ચુકયાનુ જાણવા મળ્યુ છે.

જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં રહેતા ભાવેશ પ્રવિણચંદ્ર મહેતાએ પોતાની એચ.યુ.એફ. પેઢી તથા તન્જીલા ટ્રેડીંગ ઉભી કરી હતી જેમાં પોતાના બે સહયોગી નિવૃત શિક્ષક નિઝાર સદરૂદીન આડતીયા(રે.મહિલા કોલેજ પાછળ,ઇન્દ્રદિપ સોસાયટી) અને નિવૃત શિક્ષક દોલત દેવાનદાસ આહુજા (રે. વાલકેશ્વરી સોસાયટી)ની મદદથી માર્કેટનુ સારૂ જ્ઞાન હોય તેવુ જણાવી રોકાણકારોને સારૂ વળતર મળશે.જેમાં દર મહિને ત્રણથી સાડા ચાર ટકા જેટલુ ચોકકસ વળતર આપવાની ખાતરી અને વિશ્વાસ આપી રોકાણ માટે લાલચ આપી હતી. જે બાબતે સ્ટમ્પર પેપર પર લખાણ કરી ચેકો પણ લખી આપીને રોકાણ માટે આકર્ષક સ્કીમો આપી હતી.જેમાં જામજોધપુરના આસામી શિક્ષક હિમાશુભાઇ ચંદુલાલ મહેતાએ સ્થાનિક પોલીસ મથકમાં પોતાની તથા અન્ય રોકાણકારો સાથે ઠગાઇના બનાવ અંગે ભાવેશ મહેતા,નિઝાર આડતીયા અને દોલત આહુજા સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હાહિત કાવતરૂ રચી વિશ્વાસઘાત અને છેતરપીંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો હાથ ધરી છે.

લગભગ 200થી વધુ રોકાણકારો ફસાયા
ઉકત ઠગાઇ પ્રકરણમાં જામજોધપુરના આસામી સહિત લગભગ 200થી વધુ રોકાણકારોએ કરોડો રૂપિયાનુ રોકાણ કર્યુ હોય જે રકમ કે વળતર પરત ન આપી રોકાણકારોના નાણા અંગત ઉપયોગમાં વાપરી નાખી ઓળવી જઇ છેતરપીંડી આચર્યાનુ પ્રાથમિક તબકકે જાહેર થયુ છે. આ કિસ્સામાં હજુ વધુ લોકો બહાર આવે તેવી પણ સંભાવના સેવાઇ રહી છે.

આસામીનો 2018માં સંપર્ક કરાયો હતો
ફરીયાદીના કોલેજકાળના પરીચિત આરોપીએ વર્ષ 2014માં પેઢી ઉભી કરી ભોગગ્રસ્તનો સંપર્ક સાધ્યો હતો જેમાં ગોલ્ડ ટ્રેડીંગ અને કરન્સીના બિઝનેશમાં ખુબ કમાણી છે,જેમાં રોકાણ કરો,અમો ટ્રેડીંગ કરીશુ,નફો થાય તેનો સરખો ભાગ કરીશુ એવી વાત કરી હતી.જોકે,જે તે વખતે રસ દાખવવામાં આવ્યો ન હતો,2018માં ફરી સપંર્ક કરી રોકાણના આકર્ષક વળતરની આરોપીઓએ ખાતરી ઉચ્ચારી હોવાનુ સામે આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...