તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:જામનગરના નામાંકિત મહિલા તબીબ સાથે 1 લાખ રૂપિયાની છેતરપિંડી, અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

જામનગર19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • એપ્લિકેશન ડાઉનલોડ કરાવી બેંક ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા

જામનગરના ખ્યાતનામ ગાયનેક મહિલા તબીબ સાથે ઓનલાઈન છેતરપીંડી થવા પામી છે. ઈનોવા કાર બુક કરી દેવાના નામે ઠગબાજે મોબાઈલ એપ દ્વારા તબીબના બેંક એકાઉન્ટમાંથી એક લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવી લીધી છે.

જામનગરમાં સુમેર ક્લબ રોડ પર આવેલ વિકલ્પ નર્સીગ હોમમાં રહેતા મહિલા તબીબ કલ્પનાબેન શાહને કોઈ અજાણ્યા સખ્સે પોતાના મોબાઈલ ફોન પર ફોન કરી ઈનોવા કાર સેલિંગ માટે સંદેશાવ્યહાર કર્યો હતો. વાતચીતના અંગે બુકિંગ માટે આ શખ્સે ઓનલાઇન પેમેન્ટ કરી દેવાની વાત કરી મહિલા તબીબને પોતાના મોબાઈલમાં બે મોબાઈલ એપ દ્વારા પેમેન્ટ કરી આપીશ એમ કહ્યું હતું.

ત્યારબાદ મહિલા તબીબે ફોન મા “ટીમ વ્યુવર ક્વીક સર્વીસ” તથા “એની ડેસ્ક રીમોટ કન્ટ્રોલ” નામની બે એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. આ બંને એપ ડાઉનલોડ થયા બાદ અજાણ્યા શખ્સે મહિલા તબીબને ફોનનો કન્ટ્રોલ મેળવી તેના બેંક ખાતામાંથી ત્રણ અલગ અલગ ટ્રાન્ઝકશન મારફતે કુલ રૂપીયા 1,03,177 ઉપાડી લીધા હતા. ત્યારબાદ આ શખ્સે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખ્યો હતો.

ગત તા. 31મીનાં રોજ થયેલ આ છેતરપીંડી અંગે મહિલા તબીબે અજાણ્યા શખ્સ સામે સીટી એ ડીવીજન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પરથી એક શીખ લેવા જેવી છે કે જો ડોક્ટર જેવા શિક્ષિત નાગરિકો ઠગબાજોના જાસામાં આવી જતા હોય તો સામાન્ય નાગરિકો તો આસાનીથી આવી છેતરપીંડીનો ભોગ બની શકે છે. બની શકે ત્યા સુધી આવી છેતરપીંડીનો ભોગ બનતા નાગરિકોએ સચેત બનવું જ રહ્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો