જામનગરની ભાગોળે ઠેબા બાયપાસ પાસે એક સોસાયટીમાં રહેતા એક યુવાનને ઇન્કમટેકસમાં નોકરીની લાલચ આપી દોઢ લાખની રોકડ રકમ મેળવી લઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ જામનગરના યુવાન અને તેના પિતા સામે નોંધાઇ છે.મુળ વસંતપુરના વતની શહેરના ખોડીયાર કોલોનીમાં રહેતા આરોપી સામે અગાઉ ગુના નોંધાયા હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરની ભાગોળે ઠેબા બાયપાસથી લાલપુર બાયપાસ જતા રોડ પર જય હરીપાર્ક-2માં રહેતા જયદિપ છગનભાઇ કોઠીયા નામના યુવાને પોતાને ઇન્કમ ટેકસમાં નોકરીની લાલચ આપી વિશ્વાસમાં લઇ રૂ.દોઢ લાખની રોકડ રકમ મેળવીને પૈસા પરત નહી કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા અંગે સીટી એ પોલીસ મથકમાં વિશાલ હેંમતભાઇ કણસાગરા અને તેના પિતા હેમંતભાઇ ત્રિકમભાઇ કણસાગરા(રે. એન.આર. આઇ.બંગલો, ખોડીયાર કોલોની,મુળ વસંતપુર,તા.જી. જામજોધપુર) સામે ફરીયાદ નોંધાવી છે.
ભોગગ્રસ્ત સાથે આરોપીએ લગભગ દોઢ વર્ષ પુર્વે ઓળખાણ કેળવી હતી.ત્યારબાદ આરોપીનો પુત્ર બેંગ્લોર ઇન્કમ ટેકસમાં નોકરી કરતો હોવાનુ જણાવી વિશ્વાસમાં નોકરી અાપવાની લાલચ આપીને રૂ. દોઢ લાખની રોકડ રકમ મેળવી લીઘી હતી.જે બાદ અમુક સમય બાદ તેઓ અવાર નવાર ફોન કરતા ફોન પણ બંધ આવતા હતા જેથી પોતાની સાથે છેતરપીંડી થયાનુ માલુમ પડતા ભોગગ્રસ્તે પોલીસનો સંપર્ક સાધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.