જામનગર નજીક મોટી ખાવડી સ્થિત ખાનગી કંપની દ્વારા સ્ક્રેપમાં ગયેલા પાંચ વાહનોનો એક ઓટો બ્રોકર સાથે સોદો કર્યા પછી તે ઓટો બ્રોકર દ્વારા સ્ક્રેપમાં ગયેલું વાહનને બદલે ચાલુ વાહન ઉઠાવી જઇ કંપની સાથે છેતરપિંડી આચરી હોવાનું પોલીસમાં જાહેર થતાં ચકચાર જાગી છે પોલીસે ઓટો બ્રોકર સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક મોટીખાવડીમાં આવેલી એક ખાનગી કંપનીના એરિયામાં કેટલાક વાહનો બંધ અવસ્થામાં હતા અને તે વાહનોને સ્ક્રેપ તરીકે જાહેર કરી તેની હરાજી કરી નાખી હતી. જે પૈકીના પાંચ વાહનો લાલપુર તાલુકાના મેઘપરમાં રહેતા અને ઓટો બ્રોકર તેમજ ભંગારનું કામ સંભાળતા યુવરાજસિંહ મહોબતસિંહ જાડેજાએ ખરીદ કર્યા હતા.
ગત 14મી એપ્રિલના દિવસે કંપનીના થી સ્ક્રેપ માં કરેલા ઉપરોક્ત પાંચ વાહનો લઈ જતી વખતે જીજે -10 બી.જી. 1903 નંબરની ટાટા સુમો કે જેની 55,000ની કિંમત ગણવામાં આવી હતી, તે સ્ક્રેપમાં ગયેલી ટાટા સુમોના બદલે કંપનીના એરિયામાં પાર્ક કરેલી જીજે -10 બી.જી. 8305 નંબરની કાર કે જેની કિંમત 95 હજાર રૂપિયા ગણાઇ રહી છે.
તે છળકપટપૂર્વક અને બદ દાનતથી કંપની સાથે છેતરપિંડી કરીને તેના પાર્કિંગમાંથી લઈ ગયા હતા. આખરે કંપનીને આ બાબતનું ધ્યાન પડતાં કંપનીના જવાબદાર અધિકારી અરુણકુમાર હોતેલાલ મોર્યા એ મેઘપર પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને યુવરાજસિંહ જાડેજા સામે ફરીયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.