ભારતના પ્રધાનમંત્રી વિશે સોશિયલ મીડિયામાં અશોભનિય ટિપ્પણી કરનાર આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે. જેમાં ગેલેક્સિ સિનેમા નજીક હાર્ડવેરની દુકાન ધરાવતા વેપારીએ ફરિયાદ નોંધાવી છે. આરોપીએ બાર્જ રીપેરીંગના સ્પેરપાર્ટ ખરીદી રૂપિયા 2.56. લાખનો ધુમ્બો માર્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા રાજેન્દ્રભાઈ ગજેન્દ્રભાઈ ત્રિવેદીએ પોતાની દુકાનેથી રૂપિયા 2,56 લાખનો માલ સામાન ખરીદ કરી રૂપિયા ન ચૂકવવા અંગે મૂળ ભાવનગરના વતની અને હાલ પંચવટી સોસાયટી, સિક્કામાં રહેતા અફઝલ લાખાણી નામના બાર્જ સંચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જેને લઈને ફરિયાદના અનુસંધાને પોલીસે આઈપીસી કલમ 406 અને 420 મુજબ ગુનો નોંધ્યો છે.
વેપારી પાસેથી અફઝલએ બાર્જ રીપેરીંગને લગત સ્પેરપાર્ટની ખરીદ્યા હતા. ત્યારબાદ રૂપિયા આપવામાં હાથ ઊંચા કરી દીધાં હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી સામે સિક્કા પોલીસ મથકમાં ભારતના વડાપ્રધાન વિરુદ્ધ ટિપ્પણી કરવાના પ્રકરણમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, અને એસ.ઓ.જી.ની ટીમે તેની ધરપકડ કરી લીધા પછી જેલ હવાલે કરાયો છે. આમ આ શખસ સામે ચોથી ફરિયાદ થઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.