જામનગર શહેરમાં દાંડિયા ક્લાસ ચલાવતા જાણીતા સંચાલક સહિત ચાર શખ્સો તલાલા તાલુકાના બોરવાવ ગીર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફીલ માણતાં ઝડપાયા છે. જૂનાગઢ પોલીસે તમામને રંગે હાથ ઝડપી લઇ ધરપકડ કરતાં ભારે ચકચાર જાગી હતી.
આ અંગેની વિગત મુજબ, તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામની સીમમાં આવેલા માધવ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમી મળતાં પીએસઆઇ બાંટવા તથા સ્ટાફ સાથે મોડીરાત્રે ફાર્મહાઉસમાં રેડ કરી હતી. ત્યારે નશામાં ચૂર જામનગરના દાંડીયા ક્લાસીસના સંચાલક નાનક દયાશંકરભાઈ ત્રિવેદી અને સપ્લાયર સહિત ચાર લોકો રંગે હાથે ઝડપાઇ જતા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યાં હતા. જામનગરના દાંડીયા સંચાલક ઝડપાઇ જવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા શહેરભરમાં ચકચાર જગાવી હતી. તલાલા પોલીસે ફાર્મ હાઉસમાંથી એક બોટલ વિદેશી દારૂ તથા પાંચ મોબાઈલ સહિત 26 હજારનો મુદ્દામાલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
તાલાલા પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ તાલાલા પોલીસ સ્ટેશનના પો.સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમા ફાર્મ હાઉસ ચેર્કીંગમા હતા. તે દરમિયાન દર્શકભાઇ બાબુભાઇ તળાવીયા રહે.બોરવાવ તા.તાલાલા વાળા પોતાની માલીકીનુ માધવ ગીર ફાર્મ હાઉસમા કેફી પીણાની મહેફીલ માણવાની સગવડતા પુરી પાડી હોય આરોપીઓ કેફી પીણાની મહેફીલ માણતા હતા. જેથી તમામને પકડી પાડી તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો પ્રોહી.એકટ કલમ-66(1)બી, 65(એએ),86,75(એ),81 મુજબ દાખલ કરી તમામ સામે ધોરણસરની કાર્યવાહી કરવામા આવી છે. વધુમાં તાલાલા પોલીસની કામગીરીથી ફાર્મ હાઉસ/રીસોર્ટમાં ગે.કા. રીતે દારૂની મેહફીલ માણતા ઇસમોમા ફફડાટ વ્યાપી ગયો છે. ભવિષ્યમાં પણ તાલાલા પોલીસ તરફથી ફાર્મ હાઉસ/રીસોર્ટમાં ચેકીંગ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ જણાય આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.
મહેફિલમાં હાજર કોણ હતું..
દિપક રજનીકાંતભાઇ જોષી રહે, જામનગર પંચેશ્વર ટાવર પાસે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે,હસમુખ(નાનક) દયાશંકરભાઇ ત્રિવેદી રહે, જામનગર પટેલ કોલોની શેરી નંબર-05 કલરવ એપાર્ટમેન્ટ ગ્રાઉન્ડ ફલોર રૂમ નંબર-01,નિલેશ હરકાંતભાઇ ઓઝા રહે, જામનગર પંચેશ્વર ટાવર પાસે પંચેશ્વર મહાદેવ મંદિર પાસે,ફાર્મ હાઉસના માલીક દર્શક બાબુભાઇ તળાવીયા રહે, બોરવાવ કાળવા ચોક પ્રાથમીક શાળાની બાજુમાં તા.તાલાલા જી.ગીર સોમનાથ
પોલીસે શું કબજે લીધો મુદ્દામાલ માં પ્લાસ્ટીકની બોટલમાં પીળા કલરનુ પ્રવાહી દારૂ ભરેલી બોટલ નંગ-01, કાચના ખાલી ગ્લાસ નંગ.03, મોબાઇલ નંગ-05 સહિત કુલ.રૂ.26000 મુદામાલ કબજે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.