જૂથ અથડામણ:સુમરા ચાલી વિસ્તારમાં બે જૂથ શસ્ત્રો આમને-સામને આવી જતા ચાર લોકો ઘાયલ, હોસ્પિટલમાં પણ મામલો તંગ બન્યો

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામા આવી

જામનગર શહેરમાં જ સુમરા ચાલી વિસ્તારમાં મુસ્લિમ જૂથ અથડામણ થઈ જેમાં સામસામે બંને પક્ષોના કુલ 4 લોકોને ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે જેમાં 3 લોકો સહિત એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે હોસ્પિટલ એ પણ વાતાવરણ તંગ બની જતાં તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો ત્યારબાદ ઇજાગ્રસ્તોને સારવાર હાથ ધરવામાં આવી હતી.

જયારે જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે બન્ને પક્ષો સામસામે આવી જતાં વાતાવરણ પણ તંગ બનતા પોલીસ કાફલાએ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બંને પક્ષો અને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે તપાસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે જામનગરના સિટી બી પીઆઇ સહિત સ્ટાફ અને સીટી એ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો .

જ્યારે આ માથાકૂટમાં એક જૂથના ત્રણ લોકો અને બીજા જૂથના બે લોકો સહિત મહિલા ઈજાગ્રસ્ત થયા છે અને હાલ જામનગરની જી.જી હોસ્પિટલ સારવાર ચાલી રહી છે અને પોલીસ દ્વારા આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી સામસામી ફરિયાદ થશે તેવી વિગતો મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...