તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેફિલમાં ભંગ પડયો:જામનગર પાલિકા સંચાલિત ટાઉનહોલમાં દારૂની મહેફિલ માણતા 2 કર્મીઓ સહીત ચાર લોકો પીધેલા પકડાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાઉનહોલ અંદર દારૂની મહેફિલ કરતા કુલ 6 શખ્સો સામે ગુનો દાખલ

જામનગર મહાનગર પાલિકા સંચાલિત ટાઉનહોલમાં પોલીસે દરોડો પાડી જામેલી દારૂની મહેફિલમાં ભંગ પાડ્યો છે. જેમાં મહાનગરપાલિકાના બે કમર્ચારીઓ સહીત ચાર શખ્સો પીધેલા પકડાઈ ગયા હતા. જયારે બે કર્મચારીઓ મહેફિલમાં સહભાગી થવાનો આનંદ ઉઠાવે તે પૂર્વે જ પોલીસે તમામને ઉઠાવી લીધા હતા.

ટાઉનહોલમાં અવારનવાર વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતી

જામનગર મહાનગરપાલિકા સંચાલિત ટાઉનહોલમાં અવારનવાર વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવતી હતી. આ વખતે પોલીસે જોમ બતાવી ચોક્કસ બાતમીના આધારે ગઈ કાલે રાત્રે દરોડો પાડ્યો હતો. ટાઉનહોલમાં ફરજ બજાવતા અમુક કર્મચારીઓ સહિતનાઓએ દારૂની મહેફિલ માંડી હોવાની વિગતોને લઈને સીટી બી ડીવીજન પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં બીપીનભાઇ ભગવાનજીભાઇ ચુડાસમા, લલીતભાઇ રમણીકભાઇ કણજારીયા, કમલેશભાઇ રણછોડદાસ માંડવીયા, જીજ્ઞેશભાઇ નાનજીભાઇ જોષી, પ્રકાશસિંહ મહોબતસિંહ ગોહિલ, યુવરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાને પકડી પાડ્યા હતા.

બે શખ્સોએ દારુ નહી પીધો હોવાનું સામે આવ્યું

પોલીસે સ્થળ પરથી અડધી દારૂની બોટલ કબજે કરી હતી. આ શખ્સો પૈકી અંતિમ બે શખ્સોએ દારુ નહી પીધો હોવાનું સામે આવ્યું હતું. જયારે અન્ય ચાર શખ્સોએ ઢીંચી લીધો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામ શખ્સો સામે પ્રોહીબીશન કલમ 65એ, 81 મુજબ ફરિયાદ નોંધી ફરિયાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...